શું ગુજરાતમાં જ્વાળામુખી ફાટશે? આ શહેરમાં સતત 18 કલાકથી નીકળી રહ્યો છે ભેદી ધુમાડો

Smoke Coming From Land : સાબરકાંઠાના પ્રાંતિજના નાનપુર ગામમાં ભેદી ઘટના..... જમીનમાંથી સતત 18 કલાકથી નીકળી રહ્યા છે ધૂમાડા......  25 ફૂટના અંતરે 2 અલગ-અલગ જગ્યાએ બની ઘટના.... મહિલા દાજી જતા સારવાર માટે હોસ્પિટલમાં કરાઈ દાખલ...

શું ગુજરાતમાં જ્વાળામુખી ફાટશે? આ શહેરમાં સતત 18 કલાકથી નીકળી રહ્યો છે ભેદી ધુમાડો

Sabarkantha News : ગુજરાત પર આફતો રોકાવાનું નામ નથી લેતું. એક પછી એક ઘટનાઓ ગુજરાતના આંગણે દસ્તક દેતી રહે છે. ક્યારેક માવઠું, ક્યારેક ભૂકંપ, ક્યારેક ભારે વરસાદ, તો ક્યારેક વાવાઝોડું. પરંતું ઉત્તર ગુજરાતમાં જોવા મળેલી આફત ગુજરાત માટે નવી છે. આ આફત જ્વાળામુખી તરફ તો સંકેત નથી કરી રહી ને એવી ચર્ચા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં સતત 18 કલાકથી જમીનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. આ ધુમાડો કેવી રીતે આવે છે, એ ખબર નથી. પરંતુ ફાયર વિભાગના પ્રયાસો બાદ પણ ધુમાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. 

સાંબરકાંઠાના પ્રાંતિજના નાનપુરમાંથી એક જમીનમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. સતત બીજા દિવસે 25 ફૂટના અંતરે બે જગ્યાએ ધુમાડો બહાર નીકળી રહ્યો છે. ફાયર વિભાગે પાણીનો મારો કર્યો છતાં પણ ધુમાડો નીકળવાનું ચાલું છે. મહત્વનું છે કે 10 વર્ષ પહેલાં ગ્રામજનો દ્વારા ફેક્ટરીના કચરાનું અહીંયા પૂરાણ કરવામાં આવ્યું હતું. પરંતું હવે એકાએક કેમ ધુમાડો ફાટ્યો છે તે વાતે ચર્ચા જગાવી છે.       

પ્રાંતિજના નાનપુરમાં જમીનમાંથી સતત ૧૮ કલાકથી ધુમાડા નીકળે છે. સતત બીજ દિવસે 25 ફૂટના અંતરે બે અલગ સ્થળે જમીનમાંથી ધુમાડા નીકળે છે. 10 વર્ષ પહેલા ગ્રામજનો ફેક્ટરીના કચરાથી આ જગ્યાનુ પુરાણ કર્યું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગે કરી હતી, જેથી ફાયર વિભાગે અહી આવીને પાણીનો મારો પણ કર્યો. ફાયર વિભાગે પાણીનો મારો કર્યો, પરતું ધુમાડા નીકળવાનું યથાવત છે. 

એક મહિલા ઈજાગ્રસ્ત 
તો બીજી બાજુ, ધુમાડામાં એક મહિલાના પગ ઢીચણ સુધી ઉતરી જતા તેઓ બંને પગે દાઝી ગયા હતા. મહિલાના પગ દાઝી જતા તાત્કાલિક 108 માં સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાંતિજ ફાયર વિભાગે આવીને પાણીનો મારો કર્યો હતો. મોડી રાત સુધી ટેન્કર દ્વારા પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડો યથાવત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news