20 એપ્રિલે થશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, આ 3 રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય
Surya Grahan 2023: સૂર્યગ્રહણ થશે તે સમયે સૂર્ય મેષ રાશિમાં બિરાજમાન હશે. મંગળની રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે અને સાથે જ સૂર્યગ્રહણ થશે જેના કારણે દરેક રાશિના લોકોના જીવન પર તેની અસર થશે. ત્રણ રાશિ એવી છે જેમના ઉપર સૂર્યગ્રહણનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે.
Trending Photos
Surya Grahan 2023: વર્ષ 2023 નું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ થશે તે સમયે સૂર્ય મેષ રાશિમાં બિરાજમાન હશે. મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. એટલે કે મંગળની રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે અને સાથે જ સૂર્યગ્રહણ થશે જેના કારણે દરેક રાશિના લોકોના જીવન પર તેની અસર થશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખગ્રાસ સૂર્યગ્રહણ હશે. જે ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર દરેક રાશિના લોકોને થશે. જોકે ત્રણ રાશિ એવી છે જેમના ઉપર સૂર્યગ્રહણનો સકારાત્મક પ્રભાવ રહેશે. 20 એપ્રિલ સવારે 7 કલાક અને 5 મિનિટથી સૂર્યગ્રહણ શરૂ થશે જે બપોરે 12 કલાક અને 29 મિનિટે પૂરું થશે.
આ પણ વાંચો:
વૃષભ રાશિ
આ રાશિના જાતકોને સૂર્યગ્રહણ થી વિશેષ લાભ થવાનો છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરશે અને આર્થિક લાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને કાર્ય સ્થળ પર કામની કદર થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ લાભકારી રહેવાનું છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અટકેલા કામ પૂરા થશે. બિઝનેસમાં અપાર લાભ થશે.
ધન રાશિ
ધન રાશિના લોકોને પણ સૂર્યગ્રહણ લાભ આપનાર સાબિત થશે. આ રાશિના જાતકોને નોકરી તેમજ બિઝનેસ દરેક જગ્યાએ લાભ મળશે. આ સમયે કારકિર્દી સારી રીતે આગળ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે