500 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર 4 ગ્રહ બનાવી રહ્યા છે દુર્લભ સંયોગ, આ લોકોના શરૂ થશે 'અચ્છે દિન'

Surya Grahan 2024 Rashi Effect  : વર્ષ 2024 નું પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ સોમવારના રોજ લાગશે. આ દિવસે મીન રાશિમાં 4 ગ્રહોની યુતિથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. જેના ફાયદા અને ગેરફાયદા બંને છે. આ ગ્રહણ એ 12 રાશિઓને અસર કરશે, તો જાણી લઈએ કઈ રાશિ પર કેવો રહેશે પ્રભાવ...

500 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર 4 ગ્રહ બનાવી રહ્યા છે દુર્લભ સંયોગ, આ લોકોના શરૂ થશે 'અચ્છે દિન'

Solar Eclipse 2024 in Gujarati: વૈદિક જ્યોતિષ અનુસાર 8 એપ્રિલના રોજ મીન રાશિમાં 4 ગ્રહ મળીને ચર્તુર્ગ્રહી યોગ બનાવી રહ્યા છે. આ દિવસે વર્ષ 2024 નું પ્રથમ સૂર્ય ગ્રહણ પણ સર્જાશે. આવો દુર્લભ સંયોગ લગભગ 500 વર્ષ પછી સર્જાઇ રહ્યો છે જ્યારે સૂર્ય ગ્રહણના દિવસે મીન રાશિમાં સૂર્ય, બુધ, રાહુ અને શુક્ર મળીને ચર્તુર્ગ્રહી યોગ બનાવી રહ્યા હોય.જે તમને ફાયદો કરાવી શકે છે. 

જાતકોની ધન સંપત્તિમાં વધારો કરશે

સૂર્ય ગ્રહણના દિવસે બની રહેલા આ ચર્તુર્ગ્રહી યોગનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે. તો બીજી તરફ 4 રાશિવાળા માટે આ ખૂબ જ શુભ રહેશે. આ જાતકોની ધન સંપત્તિમાં વધારો કરશે. આ સાથે જ નોકરી-વેપારમાં પ્રગતિના યોગ પણ બનશે. કહી શકાય કે આ 4 રાશિવાળા માટે 8 એપ્રિલથી અચ્છે દિન શરૂ થઇ શકે છે. આવો જાણીએ આ લકી રાશિઓ કઇ છે. 

મેષ રાશિ પર સૂર્ય ગ્રહણનો પ્રભાવ (Aries Zodiac Sign):
મેષ રાશિવાળા માટે આ સૂર્ય ગ્રહણ અને ચતુર્ગ્રહી યોગ ખૂબ ફાયદો કરાવી શકે છે. તમને અચાનક ધન લાભ થઇ શકે છે. વેપારમાં વિશેષ લભ થવાના યોગ બની રહ્યા છે. બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે. તો બીજી તરફ નોકરીયાતને પ્રમોશન અને ઇંક્રીમેન્ટ મળી શકે છે. 

વૃષભ રાશિ પર સૂર્ય ગ્રહણનો પ્રભાવ (Taurus Zodiac Sign):
વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ વૃષભ રાશિવાળાને શુભ ફળ આપશે. ઇન્ટરવ્યું-પરીક્ષામાં સફળતા મળી શકે છે. નવી નોકરીઓ મળવાના યોગ છે. વાહન સુખ મળશે. આર્થિક લાભ થશે. લગ્ન જીવનમાં ખુશહાલી રહેશે. 

સિંહ રાશિ પર સૂર્ય ગ્રહણનો પ્રભાવ (Leo Zodiac Sign):
સૂર્ય ગ્રહણ પર બની રહેલો ચતુર્ગ્રહી યોગ સિંહ રાશિના લોકો માટે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. તમારી આવકમાં વધારો થશે. કોઇ મોટી ઇચ્છા અથવા કામ પુરા થવાની ખુશી થશે. પરિવારજનોનો સહયોગ મળશે. અટકેલા નાણા પરત મળશે. નવું ઘર, ગાડી ખરીદવાનો યોગ બની રહ્યો છે. 

ધન રાશિ પર સૂર્ય ગ્રહણનો પ્રભાવ (Sagittarius Zodiac Sign):
ધન રાશિવાળાને આ સૂર્ય ગ્રહણ અને મીન રાશિમાં ભેગા થયેલા ચાર ગ્રહો અનુકૂળ ફળ આપશે. તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો આવશે. ધન આવવાના નવા નવા રસ્તા બનશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. વેપારમાં લાભ થશે. તમારી યોજનાઓ સફળ થશે. નવા સંપર્ક બનશે જે ભવિષ્યમાં ફાયદો પહોંચાડશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news