2019ના પહેલા જ મહિને એકસાથે 2 ગ્રહણ જોવા માટે તૈયાર રહેજો, આ તારીખોએ દેખાશે
નવા વર્ષ 2019માં ત્રણ સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ સહિત 5 રોમાંચક ખગોળીય ઘટનાઓ બનશે. જોકે, ભારતમાં તેમાંથી માત્ર જ બે ગ્રહણ જોવા મળી શકશે. નવા વર્ષના પહેલા જ મહિનામાં એકસાથે બે ગ્રહણ જોવા મળનાર છે. જાન્યુઆરીના પહેલા રવિવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. ત્યાર બાદ 21મી જાન્યુઆરીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. જોકે, આ મામલે ભારતીયોને નિરાશા મળશે. કારણ કે, આ બંને ગ્રહણ ભારતમાં નહિ દેખાય.
Trending Photos
નવી દિલ્હી : નવા વર્ષ 2019માં ત્રણ સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ સહિત 5 રોમાંચક ખગોળીય ઘટનાઓ બનશે. જોકે, ભારતમાં તેમાંથી માત્ર જ બે ગ્રહણ જોવા મળી શકશે. નવા વર્ષના પહેલા જ મહિનામાં એકસાથે બે ગ્રહણ જોવા મળનાર છે. જાન્યુઆરીના પહેલા રવિવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. ત્યાર બાદ 21મી જાન્યુઆરીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. જોકે, આ મામલે ભારતીયોને નિરાશા મળશે. કારણ કે, આ બંને ગ્રહણ ભારતમાં નહિ દેખાય.
21મી જાન્યુઆરીએ પૂર્ણ ચંદ્રગ્રહણ લાગશે. જોકે, સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક લાઈનમાં આવવાની આ ઘટના પણ ભારતીયો જોઈ નહિ શકે. કારણ કે, તે સમયે દેશમાં દિવસ રહેશે અને તડકો નીકળશે. આમ, નવા વર્ષના પહેલા જ મહિનામાં એક મહિનામાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આવતો હોય તેવી ખગોળીય ઘટના વર્ષો બાદ બની રહી છે.
જ્યોતિષ શાસ્ત્રની માહિતી મુજબ, 5 જાન્યુઆરીએ વહેલી સવારે 4.58 થી 6 જાન્યુઆરીના સવારે 6.58 મિનીટ સુધી અમાસ રહેશે. ત્યાર બાદ 6 જાન્યુઆરીએ વહેલી સવારે 5.04 વાગીને ધન રાશિમાં પૂર્વાપાઢા નક્ષત્રમાં સૂર્યગ્રહણનો પ્રારંભ થશે. જોકે, આ ગ્રહણ ભારતમાં જોવા મળવાનું નથી.
આ વર્ષે બીજા કેટલા ગ્રહણ
2019માં કુલ પાંચ ગ્રહણ જોવા મળશે. જેમાંથી ત્રણ સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ રહેશે. જોકે, આમાંથી ભારતમાં તો માત્ર બે જ ગ્રહણ જોવા મળશે. 2 અને 3 જુલાઈની વચ્ચે રાત્રે પૂર્ણ સૂર્યગ્રહણ લાગશે. 16 અને 17 જુલાઈની મધ્ય રાત્રિએ આંશિક ચંદ્રગ્રહણ લાગશે, જે ભારતમાં જોવા મળશે. તો તેના બાદ 26 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ હશે, જે ભારતમાં જોઈ શકાશે. આ ગ્રહણ દેશના દક્ષિણી ભાગમાં વધુ સ્પષ્ટ દેખાશે. ખાસ કરીને કુન્નુર, કોઝીકોડ, મદુરાઈ અને ત્રિશુરમાં સૌથી વધુ સ્પષ્ટ જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે, ગત 2018માં પણ પાંચ ગ્રહણ આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે