2025માં શનિના ગોચરથી કઈ રાશિઓને સાડાસાતી, ઢૈય્યાથી લાગશે પનોતી, કોને મળશે મુક્તિ....ખાસ જાણો
શનિદેવની ચાલ ખુબ ધીમી હોય છે. આવામાં શનિ ગ્રહનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. નવા વર્ષ 2025માં શનિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
Trending Photos
તમામ ગ્રહો રાશિ પરિવર્તન કરે છે. તેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. કર્મફળ દાતા શનિદેવનું પણ નવા વર્ષમાં રાશિ પરિવર્તન થવાનું છે. શનિદેવ વર્ષ 2025માં કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે.
શનિનું મહાગોચર
જ્યોતિષ મુજબ શનિદેવની ચાલ ખુબ ધીમી હોય છે. આવામાં શનિ ગ્રહનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. નવા વર્ષ 2025માં શનિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
બે રાશિઓને લાગશે ઢૈય્યા
શનિદેવ 29 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કરશે. તેના કારણે બે રાશિના જાતકો શનિની ઢૈય્યા અને એક રાશિના જાતક સાડા સાતીમાંથી મુક્ત થશે. બે રાશિઓની ઢૈય્યા શરૂ થશે. એક નવી રાશિની સાડા સાતી પણ શરૂ થઈ જશે. આપણે જાણીએ છીએ કે શનિદેવ જ્યારે પણ રાશિ બદલે છે ત્યારે તેની અસર દેશ અને દુનિયાની અર્થવ્યવસ્થા અને કારોબારમાં તમામ 12 રાશિઓ પર કરે છે.
કુંભમાં બિરાજમાન
શનિદેવને એક રાશિમાં ગોચર કરતા અઢી વર્ષનો સમય લાગે છે. આ પહેલા વર્ષ 2022માં 29 એપ્રિલે શનિએ કુંભ રાશિમાં ગોચર કર્યું હતું. હવે શનિ મહારાજ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી હવે 2025 માર્ચમાં મીન રાશિમાં ગોચર કરશે.
આ રાશિઓ બચીને રહે
આવામાં નવા વર્ષ 2025માં સિંહ અને ધનુ રાશિવાળા પર શનિની ઢૈય્યાની અસર શરૂ થઈ જશે. તેનો અર્થ છે કે સિંહ અને ધનુ રાશિવાળાએ સંભાળીને રહેવાની જરૂર છે.
પનોતીની સામનો કરવો પડશે
આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, રોજગાર, ધન, કામકાજ, પરિવાર સહિત જીવનના તમામ ક્ષેત્રોમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે. બધુ મળીને આ જાતકોએ શનિની પનોતીનો સામનો કરવો પડી શકે છે.
કોના પર શરૂ થશે અને કોની પતશે સાડા સાતી
હાલ શનિની સાડા સાતી મકર, કુંભ અને મીન રાશિ પર ચાલે છે. મીન રાશિમાં ગોચર કરતા જ મકર રાશિવાળા પર ચાલી રહેલી સાડા સાતી સમાપ્ત થઈ જશે. મેષ રાશિવાળા પર સાડા સાતી શરૂ થશે.
સાડા સાતીની અસર
મીન રાશિવાળા પર સાડા સાતીનું બીજુ ચરણ અને કુંભ રાશિવાળા પર શનિનું અંતિમ ચરણ શરૂ થઈ જશે. નવા વર્ષમાં કુંભ, મીન અને મેષ રાશિવાળા પર શનિની સાડા સાતીનો પ્રભાવ શરૂ થઈ જશે. મીન રાશિમાં ગોચર કરતાની સાથે સિંહ અને ધનુ રાશિવાળા પર શનિની ઢૈય્યાનો પ્રભાવ શરૂ થઈ જશે. આ સાથે જ કુંભ, મીન અને મેષ રાશિવાળા પર શનિની સાડા સાતીનો પ્રભાવ શરૂ થઈ જશે.
શનિદેવના દર્શન
જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સાડા સાતી તથા ઢૈય્યાના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે કેટલાક ઉપાય છે. નવા વર્ષ પર 11 શનિવાર શનિ મંદિરમાં જઈને છાયા દાન કરો.
કરો આ દાન
આ સાથે જ કાળી છત્રી, જૂતા-ચપ્પલ, લોઢુ, તલ, વગેરે ચીજોનું પણ દાન કરો. સફાઈકર્મી, મજૂર વર્ગ એટલે કે નીચલા વર્ગના લોકોને કઈક ને કઈક દાન કરતા રહો. દરરોજ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે