મહેનત કરીને મરશો પણ નસીબ નહીં ખૂલે, આમની પનોતી હશે તો 7 જનમમાં યે આગળ નહીં આવો, આ કરો ઉપાય

Shani Sadhesati Upay: જેને પોતાની રાશિ ખ્યાલ ના હોય પણ  જીવનમાં શનિ પનોતીની પીડા દુઃખ અને  કષ્ટનો અનુભવ થતો હોય તેમણે અચૂક શનિ પનોતી નું નિવારણ કરવું જોઈએ. 

મહેનત કરીને મરશો પણ નસીબ નહીં ખૂલે, આમની પનોતી હશે તો 7 જનમમાં યે આગળ નહીં આવો, આ કરો ઉપાય

Shani Sadhesati Upay: ભગવાન શનિને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિની અઢી વર્ષની નાની પનોતી કર્ક વૃશ્ચિક રાશિ ને અને સાડાસાતી મોટી પનોતી મકર કુંભ અને મીન રાશિ ને માટે આ પાચ રાશિના જાતકો ને શનિ પનોતી શરૂ થતી હોવાથી તેમણે અને જેને પોતાની રાશિ ખ્યાલ ના હોય પણ  જીવનમાં શનિ પનોતીની પીડા દુઃખ અને  કષ્ટનો અનુભવ થતો હોય તેમણે અચૂક શનિ પનોતી નું નિવારણ કરવું જોઈએ. કેમ કે શનિદેવને કાર્ય નો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવ્યા છે તે આપણા તમામ કાર્યને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્ય ને પણ જોવે છે અને જાતકને તેમનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે. 

જેથી પીડા કે નુકસાની માંથી બચી શકાય છે અનેક લોકોને શનિદેવના આવા અનુભવ થયા છે માટે આપે  ઉપાય અવશ્ય કરવા જોઈયે ઉપાય કરવાથી ખૂબ જ રાહત રહે છે અને પનોતીનો સમય આસાનીથી પૂર્ણ થાય છે ઘણી વાર સુધીનો ઘા હોય થી ટળે છે.  આ અંગે વધુ માં જ્યોતિષી ચેતનભાઇ પટેલે એ જણાવ્યું કે શનિ મહારાજ ને અવગણ્યા વગર શ્રઘ્ધા થી શનિ પનોતી પીડા કષ્ટ નિવારણ ના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પનોતીની અશુભ અસરો નહીંવત થાય છે 

શનિ પનોતી માટેના ઉપાય

કોઈપણ ઉપાય શરૂ કરતાં પહેલાં સંકલ્પ કરવો કે શનિ પનોતી નિવારણ અર્થે આ ઉપાય કરીએ છીએ જેમાં શનિદેવની કૃપા મળી રહે

- સૌથી પ્રથમ ઉપાય શનિવારે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય

- સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા  ત્રણ કે સાત વખત હનુમાન ચાલીસા કરવા

-  શનિ બિજ  મંત્ર જાપ ઉપાય 
ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ 
રોજ નિયમિત એક માળા કરવી
મંત્ર જાતનો સમય અને સ્થળ બને ત્યાં સુધી એક જ રાખો

- શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ  કે કાળા તલ અર્પણ કરવા દર શનિવારે નિયમિત એક જ મંદિરે અને બને તો એક જ સમયે દર્શન કરવા જેવું ત્યાં જઈ અને શનિવારણ ની પ્રાર્થના કરવી

- શનિવારે યથાશક્તિ ગરીબને દાન કરવું તેમાં પણ પોતાના જૂના વસ્ત્રો કે કાલા કપડા નું દાન કરી શકાય 

- ગરીબોને કાળા કામળા તેમજ લોખંડ ના  રસોઈ ના  વાસણો નું દાન કરવું

- ગરીબોને  કાળા અડદ કાળા તલ કે અડદ દાળ કઠોળ કે કોઇપણ તેલ નું દાન કરવું 

- બ્રાહ્મણોને ભોજન કે અનાજ કરિયાણું  યથાશક્તિ દાન માં આપવું  પૈસા નું પણ દાન કરી શકાય 

- પોતાને ત્યાં નોકરી કે મહેનત કરતા લોકોને પુરતું વળતર આપવુ  મજુર ના પૈસા કાપવા નહીં શક્ય હોય તો ઇનામ પણ આપવું 

- ગરીબ જરૂરિયાત વાળા લોકો  કંઈ પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું અનાજ કરિયાણું કપડા વાસણો પૈસા તેમજ રહેઠાણ તમામ રીતે મદદ કરવાથી પણ શનિદેવ ખુશ થાય છે

- કાગડાને ગાંઠીયા, પુરી, મિષ્ઠાન વગેરેનું  ભોજન કરાવવું

જો શનિ પનોતી નિવારણ અર્થે સાચી શ્રદ્ધા ભક્તિથી સંકલ્પ કરી ઉપરોક્ત ઉપાય કરવામાં આવે તો શનિ પનોતી ની અશુભ અસર નહીંવત રહે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news