Navratri 2021: નવરાત્રિના બીજા દિવસે કરો મા બ્રહ્મચારિણીની પૂજા, જીવનમાં શાંતિ માટે આ મંત્રનો કરો જાપ

આજે નવરાત્રિના મહાપર્વનો બીજો છે. નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, માતા બ્રહ્મચારિણી તપ શક્તિનું પ્રતિક છે. મા બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. એટલા માટે તેઓ મા બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે. નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજાનું ખાસ મહત્વ રહેલું છે. 

Navratri 2021: નવરાત્રિના બીજા દિવસે કરો મા બ્રહ્મચારિણીની પૂજા, જીવનમાં શાંતિ માટે આ મંત્રનો કરો જાપ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે નવરાત્રિના મહાપર્વનો બીજો છે. નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, માતા બ્રહ્મચારિણી તપ શક્તિનું પ્રતિક છે. મા બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. એટલા માટે તેઓ મા બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે. નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજાનું ખાસ મહત્વ રહેલું છે. 

મહાપર્વ નવરાત્રિનું બીજું નોરતું મા બ્રહ્મચારિણીને સમર્પિત છે. જો બ્રહ્મચારિણીના અર્થની વાત કરીએ તો, બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણી. એટલે કે તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી. મા બ્રહ્મચારિણી જે શાંત અને તપ કરનારા દેવી છે. તેમની તપસ્યાના કારણે તેમના મુખ પર અદભૂત તેજ અને કાંતિના દર્શન થાય છે. 

માતા બ્રહ્મચારિણીના અનેક નામો છે. જેમ કે, તપશ્ચારિણી, અપર્ણા, ઉમા વગેરે નામોથી તેમને ઓળખાય છે. આજે નવરાત્રિનો બીજો દિવસ છે ત્યારે માતા સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં સાધક બ્રહ્મચારિણીની કૃપા અને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી શકે છે. 

માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સાધક શાંતિનો અનુભવ કરે છે. આ સાથે જ માતાની પ્રાર્થનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચારની વૃદ્ધિ થાય છે. બ્રહ્મચારિણીની તપની દેવી હોવાથી તેમની પ્રાર્થના એકાગ્રતાનો અનુભવ કરાવે છે.  આ સાથે જ મા બ્રહ્મચારિણીની કૃપાથી તેમના આશીર્વાદથી માણસને સર્વત્ર સિદ્ધિ અને સફળતા મળે છે. કહેવાય છે કે, બીજા નોરતે જો મનુષ્ય મા બ્રહ્મચારિણીની પ્રાર્થના કરે તો તેના જીવનની તકલિફો અને સમસ્યા દૂર થાય છે. અને તેના જીવનમાં શાંતિ સ્થાપાય છે.

બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા અને આરધાના કરવામાં આવે છે આ સાથે તેમને ખાંડનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તેમની પૂજા કરતા સમયે પીળા કે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. માતાને સફેદ વસ્તુઓ ધરાવવી જોઈએ. આ માટે બીજ નોરતે મિસરી, સાકર કે પંચામૃતનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ સાથે કળશ દેવતાની પૂજા બાદ દશદિકપાલસ, નગર દેવતા, ગ્રામ દેવતાની પૂજા કરવામાં આવે છે. અને મા બ્રહ્મચારિણીને ઘી તથા કપૂરની આરતી કરવામાં આવે છે. 

માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આ મંત્રનો જાપ કરવાનો હોય છેઃ

ब्रह्मचारिणी का ध्यान :
वन्दे वांछित लाभायचन्द्रार्घकृतशेखराम्।
जपमालाकमण्डलु धराब्रह्मचारिणी शुभाम्॥

गौरवर्णा स्वाधिष्ठानस्थिता द्वितीय दुर्गा त्रिनेत्राम।
धवल परिधाना ब्रह्मरूपा पुष्पालंकार भूषिताम्॥

परम वंदना पल्लवराधरां कांत कपोला पीन।
पयोधराम् कमनीया लावणयं स्मेरमुखी निम्ननाभि नितम्बनीम्॥

ब्रह्मचारिणी की स्तोत्र पाठ :
तपश्चारिणी त्वंहि तापत्रय निवारणीम्।
ब्रह्मरूपधरा ब्रह्मचारिणी प्रणमाम्यहम्॥

शंकरप्रिया त्वंहि भुक्ति-मुक्ति दायिनी।
शान्तिदा ज्ञानदा ब्रह्मचारिणीप्रणमाम्यहम्॥

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news