કોડવર્ડમાં કેમ વાત કરતા હોય છે નાગા સાધુઓ? દાળ, મીઠું, લોટ...વગેરેને શું કહે છે, જાણીને દંગ રહી જશો

શું તમને ખબર છે કે નાગા સાધુઓ કોડ વર્ડમાં વાત કરતા હોય છે. કઈ વસ્તુને કયા નામે બોલાવે છે નાગા સાધુઓ? જાણવા જેવી માહિતી. 

1/9
image

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ કુંભમેળામાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ડુબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભ અને કુંભ જેવા મોટા હિન્દુ પર્વ વખતે નાગા સાધુઓ ખુબ ચર્ચામાં રહે છે. સંસારિક મોહ માયા ત્યાગી ચૂકેલા નાગા સાધુઓ એક અલગ પ્રકારનું જ જીવન જીવે છે. 

2/9
image

બહુ ઓછા લોકોને ખબર હશે કે નાગા સાધુઓ કોડવર્ડમાં વાત કરે છે. અનેક ચીજો વિશે કોડવર્ડ છે જેની જાણકારી ફક્ત નાગા સાધુઓને જ હોય છે. જાણો તેમના કોડ વર્ડ વિશે. 

કોડવર્ડમાં કેમ વાત કરે છે

3/9
image

વાત જાણે એમ છે કે આ  કઈ આજકાલનું નથી. નાગા સાધુઓ મુઘલ અને અંગ્રેજોના સમયથી આ રીતે કોડવર્ડમાં વાત કરતા આવ્યા છે. તે વખતે પોતાની સૂચનાઓ ગુપ્ત રાખવા માટે નાગા સાધુઓ કોડવર્ડમાં વાત કરતા હતા.   

4/9
image

આ સાથે જ કોડવર્ડમાં વાત કરવાનું એક કારણ એ પણ છે કે જેથી કરીને તેમના અખાડામાં કોઈ ચોરી છૂપે કોઈ નકલી નાગા સાધુ સામેલ ન થઈ જાય. 

આ છે કોર્ડ વર્ડ

5/9
image

નાગા સાધુઓ લોટને ભસ્મી નામથી બોલાવે છે. એ જ રીતે દાળને પનિયારામ કહે છે. લસણને પાતાળ લોંગ (લવિંગ) નામથી બોલાવે છે. 

6/9
image

નાગા સાધુઓ મીઠાને રામરસ, મરચાને લંકારામ, ડુંગળીને લડ્ડુરામ, ઘીને પાણી અને રોટલીને રોટીરામ કહે છે. 

7/9
image

એ જ રીતે અખાડામાં જે  બેઠક હોય છે તેનો પણ  કોડવર્ડ હોય છે. જેને ચહેરા કહેવામાં આવે છે. એ જ રીતે જે જગ્યાએ અખાડાની કિંમતી વસ્તુઓ રાખવામાં આવે છે તેને મોહરા કહેવામાં આવે છે. 

8/9
image

નાગા સાધુઓના અખાડાની જે પણ બેઠક હોય છે તે મોહરાની સામે હોય છે.   

(Disclaimer:

9/9
image

અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.