Gold Rate Today: સોના-ચાંદીમાં ભારે ઉથલપાથલ, જાણો કોના ભાવ ઘટ્યા, અને કોના વધી ગયા? 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ પણ જાણો
Latest Gold Rate: છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીમાં ભારે ઉતારચડાવ જોવા મળી રહ્યા છે. હવે તો કમૂરતા પણ ઉતરી ગયા. લગ્નગાળો શરૂ થતા જ સોના અને ચાંદીમાં ખરીદી પણ શરૂ થઈ હશે. આવામાં સોના અને ચાંદીમાં આજે પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ.
Trending Photos
કોમોડિટી બજારમાં આજે સોના અને ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર થતો જોવા મળ્યો. ડોલર ઈન્ડેક્સ અને યુએસની 10 વર્ષની બોન્ડ યીલ્ડમાં થોડી નબળાઈ આવવા વચ્ચે મેટલ્સ થોડી નબળી જોવા મળી. જો કે કાલે કોમેક્સ પર સોનું 30 ડોલર ઉછળીને 2745 ડોલર આસપાસ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી 31 ડોલર પ્રતિ ઔંસ પર સુસ્ત જોવા મળી. જો કે શરાફા બજારમાં ચાંદી ગગડી પરંતુ સોનું વધારા સાથે ખુલ્યું. લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર MCX પર સોનું આજે સવારે 7 રૂપિયાના ઘટાડા સાથે 79,149 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જે કાલે 79,226 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. જે 420 રૂપિયાના કડાકા સાથે 92,383 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી જે કાલે 92,803 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 115 રૂપિયા ઉછળીને 79,299 રૂપિયા પર પહોંચ્યું છે જે કાલે ઉછાળા સાથે 79,184 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,029 રૂપિયાના કડાકા સાથે 90,755 રૂપિયાની સપાટીએ પહોંચી છે જે કાલે 91,784 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/ZW22vEKrvY
— IBJA (@IBJA1919) January 17, 2025
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/WbeH7t7cUJ
— IBJA (@IBJA1919) January 17, 2025
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે