Saif Ali Khan: સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલાના 24 કલાકમાં શું શું થયું ? જાણો ઘટનાની સૌથી મોટી અપડેટ
Saif Ali Khan: સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી એક વ્યક્તિએ તેના પર હુમલો કરી દીધો. હુમલો કરનાર વ્યક્તિએ સૈફને ચાકુના 6 ઘા માર્યા. જેમાં સૈફને ગંભીર ઈજાઓ પહોંચી. હુમલો કરનાર વ્યક્તિનો ચહેરો પણ પોલીસની સામે આવી ચુક્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં શું શું થયું જાણી લો વિગતવાર.
Trending Photos
Saif Ali Khan: મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને એક વ્યક્તિએ તેના પર ચાકુથી હુમલો કરી દીધો. આ ઘટનામાં હુમલો કરનાર આરોપીનો ચહેરો પણ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ચૂક્યો છે. સીસીટીવીમાં જોવા મળે છે કે જે વ્યક્તિએ હુમલો કર્યો તે સીડીઓથી ઉતરીને બહાર જાય છે. આ વ્યક્તિએ ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન અને તેની નોકરાણી પર હુમલો કરી દીધો. ચોંકાવનારી વાત એ છે કે હુમલો કરનારે સૈફ અલી ખાન પર ચાકુથી છ વખત ઘા કર્યા. ઘાયલ અવસ્થામાં મોડી રાત્રે જ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેની સર્જરી કરવામાં આવી. હાલ તે આઈસીયુમાં એડમિટ છે.
મુંબઈમાં સુપર સ્ટારના ઘરમાં ઘૂસીને કોઈ વ્યક્તિએ તેના પર હુમલો કરી દીધો એ ઘટના પછી મુંબઈ પોલીસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુપર એક્શન મોડમાં જોવા મળી.. આ ઘટનામાં તપાસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને પણ ટીમમાં લેવામાં આવ્યા. આ ઘટના પછી અનેક પ્રશ્નો પણ સામે આવ્યા છે, જેમકે હુમલો થયો ત્યારે સૈફ અલીના ઘરમાં કોણ કોણ હતું? હુમલો કરવા પાછળનું કારણ શું હતું? હુમલો કરનાર વ્યક્તિ સૈફ અલીના ઘરમાં અંદર સુધી કેવી રીતે પહોંચી ગયો? આ બધા જ પ્રશ્નોનો જવાબ પોલીસ શોધી રહી છે. પોલીસે હુમલો કરનાર વ્યક્તિને પકડી પાડવા માટે 10 ટીમ બનાવી છે.
ઘટના અંગે હાઉસ હેલ્પનું નિવેદન?
મામલે જે એફઆઇઆર નોંધવામાં આવી છે તેમાં સૈફ અલી ખાનના ઘરમાં કામ કરતી મેડ એ જણાવ્યું હતું કે એટેક રાત્રે 2 વાગ્યા આસપાસ થયો. હુમલો કરનાર વ્યક્તિ જેહના રૂમમાં પહોંચી ગયો હતો. અને તેણે નોકરાણીને બંધક બનાવી લીધી અને 1 કરોડની માંગ કરી. ત્યાર પછી તેણે સેફ અલી અને નોકરાણી પર ચાકુથી હુમલો કરી દીધો.
કરીના કપૂરનું રિએક્શન
કરીના કપૂર એ આ સમગ્ર ઘટના પછી instagram પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું હતું કે, દિવસ તેમના માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો છે. તેનો પરિવાર ખૂબ જ તકલીફમાં છે. સાથે જ તેને મીડિયા અને પૈપરાઝીને કહ્યું કે કોઈપણ પ્રકારની અટકળો ન લગાવે. અને તેમની પ્રાઇવેસીનું સન્માન કરે.
આ ઘટનાને 24 કલાકનો સમય થઈ ચૂક્યો છે. જ્યારે આરોપી હજુ પણ પોલીસની પકડથી બહાર છે. આ ઘટનામાં પ્રશ્ન એ પણ થાય છે કે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરી દેવા પાછળ કારણ શું હતું ? શું ઘરમાં ઘુસેલા ચોરે પકડાઈ જવાના ડરથી જ સૈફ અલી પર ચાકુ ચલાવી ? સૈફ અલી ખાન પર હુમલો કરીને તે વ્યક્તિ સરળતાથી ઘરમાંથી કેવી રીતે ભાગી નીકળ્યો ? આ બધા જ પ્રશ્નોનો જવાબ પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ પછી જ સામે આવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે