Ravivar Upay: રવિવારે કરેલા આ કામ જીવનમાં આવેલા સંકટ થશે દુર

Ravivar Upay: ભગવાન સૂર્યની પૂજા વિધિ વિધાન અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે તો તેનું અનેકગણું ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાય રવિવારે કરીને વ્યક્તિ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત કરવાની સાથે કુંડળીમાં સૂર્યને બળવાન બનાવી શકે છે.

Ravivar Upay: રવિવારે કરેલા આ કામ જીવનમાં આવેલા સંકટ થશે દુર

Ravivar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્તાહના દરેક દિવસ અલગ અલગ દેવતાઓ અને ગ્રહોને સમર્પિત છે. આવી જ રીતે રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત દિવસ છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા વિધિ વિધાન અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે તો તેનું અનેકગણું ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાય રવિવારે કરીને વ્યક્તિ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત કરવાની સાથે કુંડળીમાં સૂર્યને બળવાન બનાવી શકે છે. તો ચાલો જણાવીએ કે રવિવારે કયા ઉપાય કરવા જોઈએ.

આ પણ વાંચો: 

રવિવારે કરવાના ઉપાય

- જો કારર્કિદીમાં સફળ થવા માંગતા હોય તો રવિવારે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો. તેની સાથે આ મંત્રનો108 વાર જાપ કરો." ઓમ હ્રાં હ્રીં હૌં સ: સૂર્યાય નમ: ".

- નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે રવિવારે એક સફેદ કપડામાં એક હળદરનો ટુકડો અને 2 એલચી મુકી આ કપડાને તમારી સાથે રાખો. સોમવારે સવારે સ્નાન કર્યા પછી તેને મંદિરમાં મુકી આવો.

- વેપારમાં નફો મેળવવા માટે રવિવારે સફેદ રંગના કપડા જરૂરિયાતમંદોને દાન કરો. 

- રવિવારે માતા ગાયને લીલું ઘાસ ખવડાવો. તેનાથી જીવનમાં આવેલી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

- જો તમે ઈચ્છતા હોય કે તમારા જીવનસાથી દિવસ-રાત પ્રગતિ કરે તો તેના માટે રવિવારે જુવારનું દાન કરો. આમ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા પણ વધે છે.  

- કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે ઉગતા સૂર્યને તાંબાના લોટામા જળ ભરી તેમા લાલ ફુલ અને કંકુ ઉમેરી અર્ધ્ય આપો.  

- રવિવારે માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news