Ramadan 2022: ક્યારે શરૂ થઈ રહ્યો છે પવિત્ર રમઝાન માસ? જાણો ક્યારે મનાવવામાં આવશે ઈદ
Ramadan 2023 confirmed Date: રમઝાનનું કેલેન્ડર મસ્જિદો અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યુ છે. રમઝાનમાં સેહરી અને ઈફ્તારીનો સમય ખૂબ જ ખાસ હોય છે. જાણો આ વખતે રોઝા ક્યારે શરૂ થશે.
Trending Photos
Ramadan 2023 confirmed Date: મુસ્લિમ ધર્મમાં રમઝાન મહિનાને વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરમાં આ મહિનો સૌથી પવિત્ર માસ તરીકે ગણવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં મુસ્લિમો રોઝા રાખે છે અને અલ્લાહની ઈબાદત કરે છે. જો કે, રમઝાનની ચોક્કસ તારીખ હજુ સુધી જાણી શકાઈ નથી. રમઝાન મહિનાની શરૂઆત ચંદ્રના દીદાર સાથે થશે. રમઝાન કેલેન્ડર મસ્જિદો અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. રમઝાનમાં સેહરી અને ઈફ્તારીનો સમય ખૂબ જ ખાસ હોય છે. જાણો આ વખતે રોઝા ક્યારે શરૂ થશે.
રમઝાન મહિનો ક્યારે શરૂ થશે?
23 અથવા 24 માર્ચે ચંદ્રના દીદાર સાથે રમઝાન મહિનાની શરૂઆત થશે. રમઝાન મહિનાનો ચાંદ 22 માર્ચની સાંજે જોવા મળશે. જો ચંદ્ર દેખાઈ જશે તો 23મી માર્ચથી રમઝાન મહિનો શરૂ થશે, અન્યથા 24મી માર્ચથી રમઝાન મહિનો શરૂ થશે. આ વર્ષે આકરી ગરમી રોઝેદારોની કસોટી કરશે. પ્રથમ રોઝા 13 કલાક 51 મિનિટનો હશે જ્યારે આ વખતે સૌથી લાંબો રોઝા 14 કલાક 39 મિનિટનો હશે જે છેલ્લો હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 31 વર્ષ પછી માર્ચમાં પવિત્ર રમઝાન મહિનો આવી રહ્યો છે.
આ પણ વાંચો
માણસોને રીપ્લેસ કરી શકે છે ચેટજીપીટી! ચેટબોટે પોતે જ કર્યો ખુલાસો
ગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ જાહેર, સરકારી નોકરી માટે વધુ એક તક
વાહનોની જેમ મોબાઈલ ફોન માટે પણ આવી શકે છે 'સ્ક્રેપ પોલિસી', બદલામાં મળશે ડિસ્કાઉન્ટ!
ક્યારે ઉજવાશે ઈદ-ઉલ-ફિતર
ઇસ્લામિક કેલેન્ડરના નવમા મહિનામાં 29 કે 30 દિવસના ઉપવાસ પછી ઇદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે, જેનું મુસ્લિમ ધર્મમાં વિશેષ મહત્વ છે. ચાંદના દીદાર બાદ ઈદનો તહેવાર મનાવવામાં આવશે. જો ચાંદ જોવાની તારીખમાં ફેરફાર થાય છે તો ઈદની તારીખમાં પણ ફેરફાર થઈ શકે છે. જો કે એ નિશ્ચિત છે કે ઈદ એપ્રિલના ચોથા સપ્તાહમાં મનાવવામાં આવશે.
ઇસ્લામના નવમા મહિનામાં કરવામા આવે છે રોઝા
રમઝાન એ ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે, રમઝાન એ અરબી શબ્દ છે, જ્યારે રોઝાને અરબીમાં સૌમ કહેવામાં આવે છે, જેનો અર્થ સ્વ-નિયંત્રણ થાય છે.
આ પણ વાંચો
Ind vs Aus 1st ODI: વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્ય વિજય, રાહુલે રંગ રાખ્યો
કાશ્મીરમાં 'કળા' કરી આવ્યો અમદાવાદનો 'નટવરલાલ', અનેક રાજનેતાઓને બનાવ્યા ઉલ્લું!
આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે