Smartphone: તમને પણ જો વારંવાર મોબાઈલ ચેક કરવાની આદત હોય તો સાવધાન! જાણો શું થાય નુકસાન

Smartphone: તમને પણ જો વારંવાર મોબાઈલ ચેક કરવાની આદત હોય તો સાવધાન! જાણો શું થાય નુકસાન

સ્માર્ટફોન હવે ફક્ત કોલિંગ માટે જ નહીં પરંતુ બીજા પણ અનેક રોજિંદા કામકાજમાં કામ લાગતો હોય છે. આપણા ઓફિસના કામો માટે પણ સ્માર્ટફોન ખુબ જરૂરી બની ગયા છે. આ સાથે જ લોકો પોતાના પર્સનલ ડેટા પણ તેમાં સ્ટોર કરીને રાખે છે. લોકો સ્માર્ટફોનમાં અનેક એવી એપ ઈન્સ્ટોલ કરી રાખે છે. આવામાં વારંવાર મોબાઈલ પર તેના નોટિફિકેશન, મેસેજ, ઈમેઈલ વગેરે આવતા રહે છે. આવામાં લોકો વારે ઘડીયે પોતાના મોબાઈલ પણ ચેક કરતા રહે છે. જો કે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વારંવાર મોબાઈલ ફોનને ચેક કરવો કે જોવો એ આદત ઘાતક સાબિત થઈ શકે છે. 

તણાવનું કારણ બની શકે
એક રિસર્ચ મુજબ વારંવાર મોબાઈલ ફોન જોવાની આદત વ્યક્તિની ઉંમર ઓછી કરી શકે છે. ડોક્ટર્સના જણાવ્યાં મુજબ વારંવાર સ્માર્ટફોન જોવાની આદત તણાવ પેદા કરી શકે છે. ફોનમાં સૌથી વધુ તણાવ મેસેજના કારણે થાય છેદર 36 સેકન્ડમાં સરેરાશ લોકોના સ્માર્ટફોન પર કોઈને કોઈ પ્રકારના મેસેજનું નોટિફિકેશન આવે છે. આ કારણે તણાવ વધે છે. 

સ્માર્ટફોન અને હેલ્થ સમસ્યા
સ્વાસ્થ્ય માટે હાનિકારક- ડોક્ટર્સના જણાવ્યાં મુજબ તણાવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. અનેક કેસોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે માણસ  તણાવમાં હોય છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોનથી માણસનું હ્રદય ઝડપથી પંપ કરવા લાગે છે. તેનાથી શરીરમાં શુગરનું લેવલ પણ વધે છે. 

આ બીમારીની ઝપેટમાં આવી શકો છો
રિપોર્ટ મુજબ તણાવના કારણે માણસની ઉંમર તો ઓછી થઈ જાય છે ઉલ્ટું સાથે સાથે ડાયાબિટિસ, હાર્ટ એટેક, અને ડિપ્રેશન જેવી અનેક બીમારીઓ પણ થઈ શકે છે. રિપોર્ટ મુજબ જેવા આપણે આપણા ફોન વિશે વિચારીએ છીએ કે  ટેન્શનનું લેવલ જલદીથી વધે છે. ફોનના મેસેજતી કોઈ છૂટેલા કામ, ખરાબ મેસેજ વગેરે વાંચીને આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધે છે. ફોનની લતના કારણે ધીરે ધીરે આ તણાવ વધે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news