History: હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ, પ્રહ્લાદે હજારો વર્ષ પહેલાં ત્યાં બનાવ્યું હતું મંદિર

Pakistan Prahladpuri Temple: હોળીનો તહેવાર ભારત જ નહી, ઘણા દેશોમાં પણ પૂરજોશમાં અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં હાજર એક ઐતિહાસિક સ્મારકનું હોલિકા દહન સાથે ગાઢ સંબંધ છે. પાકિસ્તાનમાં પહેલાં 2 દિવસ પહેલાં હોલિકા દહન અને 9 દિવસ હોળી થતી હતી. 

History: હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ, પ્રહ્લાદે હજારો વર્ષ પહેલાં ત્યાં બનાવ્યું હતું મંદિર

History Of Pakistan Prahladpuri Temple: ભારત જ નહી દુનિયાના ઘણા દેશોમાં હાજર ભારતીય 25 માર્ચના રોજ હોળીનો જશ્ન મનાવશે. હોળી પર રંગોનો વરસાદ થશે તો લોકો એકબીજાને ગુલાલ અને અબીલ લગાવે છે. તમને જણાવી દઇએ કે સનાતન ધર્મમાં દરેક તહેવાર પાછળ એક પૌરાણિક કથા છે. આ હોળીને લઇને પણ એક કથા સંભળાવવામાં આવે છે. તેને ધર્મની અર્ધમ પર જીત તરીકે ઉજવવામાં આવે છે. આ કહાનીના ત્રણ મુખ્ય પાત્ર વિષ્ણુ ભક્ત પ્રહ્લાદ, તેમના પિતા હિરણ્યકશ્યપ અને ફઇ હોલિકા છે. 

કથા અનુસાર પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને પોતાના શત્રુ માનતા હતા. તેમની બહેન હોલિકાને અગ્નિમાં બળી ન શકે તેવું વરદાન હતું. તેમણે તેમની બહેનને વિષ્ણુ ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનો આદેશ આપ્યો. જ્યારે હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેઠી, ત્યારે તે પોતે બળી ગઈ અને ભક્ત પ્રહલાદ બચી ગયા. બાદમાં જ્યારે પ્રહલાદને લોખંડના ગરમ થાંભલા સાથે બાંધવામાં આવ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો અને હિરણ્યકશ્યપનો વધ કર્યો. પરંતુ, શું તમે જાણો છો કે આ બધું પાકિસ્તાનમાં થયું છે. શું તમે જાણો છો કે તે જગ્યા પાકિસ્તાનમાં ક્યાં છે?

ભક્ત પ્રહ્લાદે પિતાના વધ બાદ જે જગ્યાએ દહન થયું હતું તે જગ્યા પર નરસિંહ અવતારના સન્માનમાં મંદિર બનાવ્યું હતું. તેમણે હજારો વર્ષ પહેલા જ્યાં મંદિર બનાવ્યું હતું તે જગ્યા આજે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં છે. આ મંદિરનું નામ પ્રહલાદપુરી મંદિર છે. એક સમય માટે આ મંદિર એક ઐતિહાસિક સ્મારક હતું. મંદિર વિશે એવું કહેવાય છે કે અહીં પ્રહલાદની ફોઇ હોલિકા આગમાં બળીને રાખ થઈ ગઈ હતી. આજે મંદિરની જગ્યા કચરાના ડમ્પિંગ યાર્ડમાં ફેરવાઈ ગઈ છે.

એવું માનવામાં આવે છે કે જ્યાં આજે પ્રહલાદપુરી મંદિર આવેલું છે, તે જ જગ્યાએ હિરણ્યકશ્યપે પણ પ્રહલાદને સ્તંભ સાથે બાંધ્યો હતો. અહીં ભગવાન નરસિંહે સ્તંભ માંથી પ્રગટ થઈને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. બીબીસીના એક અહેવાલ મુજબ, આજે પણ મુલતાનની હિંદુ કાર્યકર્તા શકુંતલા દેવીએ જણાવ્યું કે પ્રહલાદપુરી મંદિર હજારો વર્ષ જૂનું છે. 1861માં આ મંદિરના જીર્ણોદ્ધાર માટે લોકોએ દાન પણ એકત્ર કર્યું હતું.

ભાગલા સમયે પ્રહ્લાદપુરી મંદિર પાકિસ્તાનના ભાગમાં ગયું હતું. ત્યારબાદ પણ હોળી પર અહીં ભક્તોની ભીડ જામે છે. અહીંયા 2 દિવસ સુધી હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારબાદ 9 દિવસ સુધી હોળીનો મેળો અને રંગોત્સવ ઉજવવામાં આવતો હતો. પછી 1992 માં અયોધ્યા વિવાદિત ઢાંચાને તોડી પાદ્યા બાદ મુલ્તાનામાં કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ પ્રહ્લાદપુરી મંદિર તોડી દીધું. ત્યારબાદ સરકારે પણ દેખભાળ કરી નહી. કેટલાક વર્ષો પહેલાં પાકિસ્તાનની એક કોર્ટે મંદિરની મરામત કરાવવાનો આદેશ પાયો હતો. જોકે હજુ સુધી રીપેર કરવામાં આવ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news