પૂર્વજોને તૃપ્ત કરવા આ રીતે કરો પિતૃ શ્રાદ્ધ, જાણો મહત્ત્વ અને પૂજાવિધિની સાચી રીત
શું તમે જાણો છોકે, પિતાના અવસાન બાદ પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે? આ વિધિ કરવા પાછળનું શું છે ખાસ કારણ? જાણો વિગતવાર માહિતી...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે આ પર્વ ને પિતૃઓ ના આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્વ નો માનવામાં આવે છે, આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ગરૂડ પરાણ અનુસાર શ્રાદ્ધ કર્મ ને સૌથી મોટું પુણ્ય કર્મ કહ્યું છે માનવામાં આવે છે કે જે મનુષ્ય પોતાના પિતૃઓ તૃપ્ત થાય તે ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો નાશ પામે છે તેને પિતૃ દેવો ના આશિર્વાદ મળે છે જેનાથી સુખ શાંતિ સંતતિ અને સંપત્તિ ની પ્રાપ્તિ થાય છે.
તેથી જ સમગ્ર ભારતમાં પિતૃ પક્ષના આ 16 દિવસોમાં સદગત પિતૃની તિથિ પ્રમાણે શ્રાધ્ધ કરવામાં આવે છે પિતૃ પક્ષમાં વંશજો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ જેવી શ્રાદ્ધ વિધિ કરવા માં આવે છે.
શ્રાદ્ધ દરમ્યાન ઘરના સૌ સાથે મળી શ્રાદ્ધ નું ભોજન બનાવી પિતૃ ઓ ને થાળ અર્પણ કરે છે અને પોતે પ્રસાદ લેવાય છે આ સાથે કાગડા ને વાસ અપાય છે ગાયને ભોજન અપાય છે. બ્રાહ્મણ ને ભોજન કરવાય છે તેમજ ગરીબોને ભોજન કરાવાય છે જેના થી પિતૃ દેવો તૃપ્ત થાય છે.
બીજી તરફ જો કોઈ ને કુંડળીમાં પિતૃ દોષ હોય કે કોઈ અન્ય કારણે પિતૃદોષ ઊભો થયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષનો આ સમય શ્રેષ્ઠ છે. હિંદુ પંચાંગ અનુસાર શ્રાધ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા સુદ પુનમથી શરૂ થઇને ભાદરવા વદ અમાસે પૂરો થાય છે.
આ વખતે પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ રહ્યો છે. શ્રાધ્ધ 16 દિવસ પછી 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસના દિવસે પુર્ણ થાય છે. આને સર્વ પિતૃ અમાવસ્યા કહે છે. જે પૂર્વજોની મૃત્યુ તારીખ આપણે જાણતા નથી છે, તે પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાધ્ધ કરવામાં આવે છે.
આ વખતે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ ના 16 દિવસ પછી 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે.
આ છે શ્રાધ્ધ ની તિથિઓ
શ્રાદ્ધ પિતૃપક્ષની તારીખ
પૂર્ણિમા શ્રાદ્ધ - 29 સપ્ટેમ્બર શુક્રવાર 2023
પ્રતિપદા ( એકમ ) નું શ્રાદ્ધ – 30 સપ્ટેમ્બર શનિવાર
2023
બીજનું શ્રાદ્ધ – 1 ઓક્ટોબર રવિવાર 2023
ત્રીજનું શ્રાદ્ધ – 2 ઓક્ટોબર સોમવાર 2023
ચોથનું શ્રાદ્ધ – 3 ઓક્ટોબર મંગળવાર 2023
પાંચમનું શ્રાદ્ધ – 4 ઓક્ટોબર બુધવાર 2025
-
છઠ્ઠનું શ્રાદ્ધ – 5 ઓક્ટોબર ગુરૂવાર 2023
સાતમનું શ્રાદ્ધ - 6 ઓક્ટોબર શુક્રવાર 2023
આઠમનું શ્રાદ્ધ- 7 ઓક્ટોબર શનિવાર 2023
નોમનું શ્રાદ્ધ- 8 ઓક્ટોબર રવિવાર 2023
-
દશમનું શ્રાદ્ધ – 9 ઓક્ટોબર સોમવાર 2023
અગિયારસનું શ્રાદ્ધ – 10 ઓક્ટોબર મંગળવાર 2023
બારસનું શ્રાદ્ધ- 11 ઓક્ટોબર બુધવાર 2023
તેરસનું શ્રાદ્ધ – 12 ઓક્ટોબર ગુરૂવાર 2023
ચૌદસનું શ્રાદ્ધ- 13 ઓક્ટોબર શુકવાર 2023
અમાવસ્યા નું શ્રાદ્ધ- 14 ઓક્ટોબર શનિવાર 2023
શ્રાદ્ધ કોણ કોનું કરી શકે તે પણ જાણવું જરૂરી છે:
ધર્મ પ્રમાણે પિતા માટે શ્રાદ્ધ પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ પરંતુ પુત્ર ન હોય તો પુત્રી ,પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ કે ભાઈના સંતાનો પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે
વિષ્ણુપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે તેમ શ્રાદ્ધ કરવા ની પણ ફરજ હોય છે
ગરૂડ પુરાણ પ્રમાણે જેને પુત્ર ન હોય તો પુત્રી ઓ કરી શકે અને તે પણ ના હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
જો તેમાંથી કોઇ ન હોય તો કુળ ના અથવા બ્રાહ્મણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે
માર્કણ્ડેય પુરાણઅનુસાર જો કોઇ વ્યક્તિ ને સંતાન માં પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય છે
માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે.
દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે.
હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે શ્રાધ્ધ પક્ષ માં પિતૃ દેવો ને તૃપ્ત કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સદગત પિતૃ દેવો ના આશીર્વાદ થી સંતતિ સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે