Numerology: આ તારીખોએ જન્મેલા લોકો બીજા પાસેથી કામ કઢાવવામાં હોય એક્સપર્ટ, તેમનાથી બચીને રહેવામાં જ હોય ભલાઈ

Numerology: આ મૂલાંકના લોકો ફૂટનીતિજ્ઞ હોય છે. આવા લોકો ઓફિસમાં પણ પોતાનું કાર્ય બીજાના માથા પર મુકીને બિન્દાસ રહેતા હોય છે. આ મૂલાંક ધરાવતા લોકોમાં લીડરશીપના ગુણ જન્મજાત હોય છે.

Numerology: આ તારીખોએ જન્મેલા લોકો બીજા પાસેથી કામ કઢાવવામાં હોય એક્સપર્ટ, તેમનાથી બચીને રહેવામાં જ હોય ભલાઈ

Numerology:અંકશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિના જન્મની તારીખ પરથી તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. વ્યક્તિની જન્મ તારીખના આંકડાનું સરવાળો કર્યા પછી છેલ્લે જે અંક વધે તે વ્યક્તિનો મૂલાંક હોય છે. આજે તમને જણાવીએ જે લોકોનો મૂલાંક 4 હોય તેવા લોકોનો સ્વભાવ કેવો હોય છે. જો કોઈ વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 21 તારીખે થયો હોય તો અંકશાસ્ત્ર અનુસાર તેનો મુલાંક 4 ગણાય છે.

દરેક મૂલાંક પર કોઈને કોઈ ગ્રહનો પ્રભાવ હોય છે એટલે કે દરેક મૂલાંકનો એક સ્વામી ગ્રહ હોય છે. તે રીતે મૂલાંક 4 પર રાહુ ગ્રહ હાવિ રહે છે. તેથી આ મૂલાંકના લોકો ચાલાકીમાં સૌથી આગળ હોય છે. આ મૂલાંક ધરાવતા લોકો બીજા પાસેથી પોતાનું કામ કેવી રીતે કઢાવવું તે બખૂબી જાણે છે. 

મૂલાંક ચાર હોય તે લોકો પોતાની જિંદગી બિન્દાસ રીતે જીવવાનું પસંદ કરે છે. આ મૂલાંકના લોકો ફૂટનીતિજ્ઞ હોય છે. આવા લોકો ઓફિસમાં પણ પોતાનું કાર્ય બીજાના માથા પર મુકીને બિન્દાસ રહેતા હોય છે. આ મૂલાંક ધરાવતા લોકોમાં લીડરશીપના ગુણ જન્મજાત હોય છે.

મૂલાંક 4 ધરાવતા લોકો પોતાના ભવિષ્યને લઈને પણ પહેલાથી જ પ્લાનિંગ કરીને આગળ ચાલે છે. જોકે આ મૂલાંકના લોકોને ખાસિયત એ હોય છે કે તેના મનમાં શું ચાલે છે તે કોઈને ખબર પડવા દેતા નથી.. તેઓ શાંત અને સ્થિર મગજ રાખી કામ કરવા માંગે છે. લોકો પોતાના લક્ષને પામવા માટે અથાગ મહેનત કરવાનું જાણે છે.

ચાર મૂલાંક ધરાવતા લોકો લેખન, એન્જિનિયરિંગ, લો અને રાજનીતિમાં ખૂબ આગળ વધે છે. જો આ મુલાંકના લોકો બિઝનેસ કરે તો તેમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news