Numerology: આ તારીખોએ જન્મેલા લોકોનો સૌથી સારો સમય શરુ થશે વર્ષ 2024 માં, આર્થિક દ્રષ્ટિએ વર્ષ 2024 અત્યંત શુભ
Numerology Predictions 2024: વર્ષ 2024 માં આ મૂલાંક ધરાવતા લોકોની મોટી અધુરી ઈચ્છા પૂરી થઈ શકે છે. જો તમે વાહન કે ઘર ખરીદવા માંગતા હતા તો આવનારા વર્ષમાં આ સપનું પૂરું થઈ શકે છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને પણ વર્ષ 2024 માં સફળતા મળશે. રોકાણની દ્રષ્ટિએ પણ આ વર્ષ ખૂબ જ શુભ છે.
Trending Photos
Numerology Predictions 2024: થોડા જ દિવસોમાં વર્ષ 2024 શરૂ થઈ જશે. ત્યારે લગભગ દરેક વ્યક્તિ જાણવાની ઈચ્છા છે કે આ વર્ષ તેમના માટે કેવું સાબિત થશે. તો આજે તમને જણાવીએ મૂલાંક આઠ માટે વર્ષ 2024 કેટલું શુભ છે. વર્ષ 2024 માં મૂલાંક 8 ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ, તેમની કારકિર્દી, તેમનું સ્વાસ્થ્ય, સંબંધો કેવા રહેશે તેના વિશે જાણીએ.
અંકશાસ્ત્રમાં અંકોની ગણના આધારે કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય ફળ કહેવામાં આવે છે. વર્ષ 2024 ની વાત કરીએ તો આ આંકડા નો સરવાળો 8 થાય છે. એટલે કે નવું વર્ષ 2024 મૂલાંક 8 ધરાવતા લોકોનું છે સાથે જ આ અંક શનિ ગ્રહનો પણ છે તેથી આવનારા વર્ષ પર શનિનો પ્રભાવ રહેશે. તો ચાલો હવે જાણીએ વર્ષ 2024 મૂલાંક 8 ધરાવતા લોકો માટે કેટલું લાભકારી છે.
8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો
વર્ષ 2024 નો અંક 8 થાય છે. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તે બધા જ જાતકોનો મૂલાંક 8 ગણાય છે. અંકશાસ્ત્ર અનુસાર મૂલાંક 8 ધરાવતા જાતકો માટે વર્ષ 2024 શુભ રહેશે. આ મૂલાંક ધરાવતા લોકો માટે વર્ષ 2024 ભાગ્ય ચમકાવનાર સાબિત થશે. આ જાતકોને અચાનક અઢળક પૈસો અને ઊંચું પદ પ્રાપ્ત થઈ શકે છે.
આખું વર્ષ મળશે ભાગ્યનો સાથ
વર્ષ 2024 માં મૂલાંક 8 ધરાવતા લોકોને ભાગ્ય હર ડગલે સાથ આપશે. તેમને સારી નોકરી મળી શકે છે અને વેપાર કરતાં લોકોને પણ સફળતા મળશે. આ મૂલાંક ધરાવતા લોકો જે ક્ષેત્રમાં જશે ત્યાં સફળ થશે. આ વર્ષ દરમિયાન વિદેશ યાત્રા પણ થઈ શકે છે. પરિવાર સાથે પણ સારો સમય પસાર થશે. અટકેલું ધન પ્રાપ્ત થશે.
અધુરી ઈચ્છા થશે પૂરી
વર્ષ 2024 માં મૂલાંક 8 ધરાવતા લોકોની કોઈ મોટી અધુરી ઈચ્છા પૂરી થઈ શકે છે. જો તમે વાહન કે ઘર ખરીદવા માંગતા હતા તો આવનારા વર્ષમાં આ સપનું પૂરું થઈ શકે છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને પણ વર્ષ 2024 માં સફળતા મળશે. રોકાણની દ્રષ્ટિએ પણ આ વર્ષ ખૂબ જ શુભ છે.
મૂલાંક 8 ધરાવતા લોકો વર્ષ 2024 માં દર શનિવારે શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરે તો તેમને ખૂબ લાભ થશે, આ સાથે જ શનિ ચાલીસાનો પાઠ પણ કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે