Welcome 2020: નાસ્ત્રેદમસે વર્ષ 2020ને લઇને કરી આ ચોંકાવનારી ભવિષ્યવાણીઓ
ફ્રાંસીસી ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસનું નામ કોણ જાણતું નથી. તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી સમયાંતરે સાચી થતી રહે છે. હવે વર્ષ 2020 શરૂ થનાર છે, એવામાં અનેક લોકોએ પુસ્તકો, ઇન્ટરનેટ વગેરે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને શોધવાનું શરૂ કરી દીધું છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ વાંચવા લાયક એટલા માટે હોય છે કારણ કે તેમાંથી વધુ સાચી પડે છે.
Trending Photos
નવી દિલ્હી: ફ્રાંસીસી ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસનું નામ કોણ જાણતું નથી. તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી સમયાંતરે સાચી થતી રહે છે. હવે વર્ષ 2020 શરૂ થનાર છે, એવામાં અનેક લોકોએ પુસ્તકો, ઇન્ટરનેટ વગેરે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને શોધવાનું શરૂ કરી દીધું છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ વાંચવા લાયક એટલા માટે હોય છે કારણ કે તેમાંથી વધુ સાચી પડે છે. નાસ્ત્રેદમસની કેટલી એવી જ ભવિષ્યવાણીઓ જે વર્ષ 2020ના સંદર્ભમાં સાચી સાબિત થઇ શકે છે.
કોણ છે નાસ્ત્રેદમસ?
14 ડિસેમ્બર 1503ના રોજ ફ્રાન્સમાં જન્મેલા નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓને સો છંદોમાં કરી છે. તેમાંથી 12 સદી સદી બનાવવામાં આવે છે. જેમાંથી અંતિમ બે સદીઓના અનેક છંદોનો વિલોપ કરવામાં આવ્યો છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને આખી દુનિયામાં ગંભીરતાથી લેવામાં આવે છે, કારણ કે તેમાંથી લગભગ બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે. નાસ્ત્રેદમસની કાલગણના અનુસાર વર્તમાનમાં ધરતી ચંદ્રમાની દ્વિતિય મહાન ચક્ર અવધિમાંથી પસાર થઇ રહી છે, વર્ષ 1889થી શરૂ થઇ છે અને સન 2243માં સમાપ્ત થશે. નાસ્ત્રોદમસના અનુસાર આ અવધિ મનુષ્ય જાતિ રજતયુગની સમાન છે. નાસ્ત્રેદમસએ આ ભવિષ્યવાણીઓ લગભગ 500 વર્ષ પહેલાંની હતી.
ત્રીજા વિશ્વયુદ્ધ શરૂ થઇ છે?
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં મોટાભાગમાં કોઇ મોટા મહાયુદ્ધનો ઉલ્લેખ આવે છે. કહેવામાં આવે છે કે આ સ્થિતિ હાલથી વર્ષ 2025 સુધી પણ બની શકે છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ મહાયુદ્ધમાં ભારત નિર્ણાયક અને શાંતિદૂતની ભૂમિકા ભજવશે અને વિશ્વને યુદ્ધની વિભીષકાથી ઉભરવામાં મદદ કરશે. આ દરમિયાન ભારત મહાગુરૂ તરીકે ઓળખાશે. આ ભવિષ્યવાણીમાં કોઇ મહાન નેતા દ્વારા વધુ સંકેત આપવામાં આવશે જે વિશ્વના પ્રિય નેતા હશે. આ નેતાનો જન્મ કયા દેશમાં થશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલા માટે ભારત સહિત અનેક દેશ અને તેને પોત-પોતાના નેતા સાથે જોડીને જુએ છે.
શું મોદી આગામી ચુંટણીમાં પણ બનશે વડાપ્રધાન?
નાસ્ત્રેદમસની એક અન્ય ભવિષ્યવાણીનું માનીએ તો તેમણે પોતાની બુક 'ધ પ્રોફેસીઝ'માં એ પણ કહ્યું હતું કે વર્ષ 2014 થી 2016 સુધી ભારતનું નેતૃત્વ એક જ વ્યક્તિના હાથમાં હશે. શરૂઆતમાં તેની નીતિઓ અને વ્યવહારથી લોકોને ચીડ ચડશે, પર6તુ પછી તેના દૂરદર્શી નિર્ણયોના લીધે લોકો તેને પસંદ કરવા લાગશે અને લાંબા સમય સુધી દેશની કમાન તેના હાથમાં સોપતા રહેશે. ભારતીય લોકો તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડીને જુએ છે.
કુદરતી આફતો વરસશે?
નાસ્ત્રેદમસની ધરતી સમાપ્ત થવાની ભવિષ્યવાણી પણ દુનિયાભરમાં ચર્ચિત રહી છે. આ ભવિષ્યવાણી તેમણે તે સંદર્ભમાં કરી હતી કે 21મીએ સદી ધરતી માટે મહાપ્રલય સમાન હશે. એક દિવસ એવો આવશે જ્યારે પૃથ્વી સળગવા લાગશે, સમુદ્વમાંથી આગ નિકળશે. સમુદ્વનું પાણી એટલું ગરમ થઇ જશે કે તેમાં રહેનાર જીવજંતુ જીવિત રહી નહી શકે. પૃથ્વી પર લોકોને શ્વાસ લેવો મુશ્કેલ થઇ જશે. પૃથ્વી પર લોકોને શ્વાસ લેવો મુશ્કેલ થઇ જશે. ક્યાં આગ તો ક્યાં હિમવર્ષાથી પૃથ્વી ઢંકાઇ જશે. ભૂકંપ, સુનામીથી ધરતીનો કણ-કણ હલી જશે. આ ભવિષ્યવાણીને થોડા દિવસો પહેલાં સુનામી, કટરીના સહિત અન્ય વાવાઝોડા સાથે જોડીને જોઇ શકાશે. આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ પણ થશે. આ ભવિષ્યવાણીના સંદર્ભમાં જોવા જઇએ તો ગરમીના દિવસોમાં ભયાનક ગરમી, કહેર વર્તાવનાર વરસાદ થયો અને હવે ઠંડી ભયાનક પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે