એક તસવીર અને ફરીથી ચર્ચામાં આવી ગઈ રણબીર-આલિયાની જોડી, આ વખતે થયો છે મોટો ધડાકો

આલિયા ભટ્ટ (alia bhatt) અને રણબીર કપૂર (ranbir kapoor) હાલમાં બોલિવૂડ જગતનું બહુચર્ચિત હોટ કપલ છે. આ જોડીએ જ્યારથી પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra) નું શૂટિંગ શરૂ કર્યું છે ત્યારે બંને વચ્ચે કુછ કુછ હોતા હે... અંગે ગપશપ સામે આવતી જ રહે છે. 

એક તસવીર અને ફરીથી ચર્ચામાં આવી ગઈ રણબીર-આલિયાની જોડી, આ વખતે થયો છે મોટો ધડાકો

મુંબઈ : ક્રિસમસ પર અલગ-અલગ પાર્ટી અટેન્ડ કર્યા બાદ રણબીર કપૂર (Ranbir Kapoor), કરિશ્મા કપૂર (Karishma Kapoor) અને આ પરિવારના અન્ય સભ્યો દર વર્ષે થનારા ક્રિસમસ (christmas) લંચ પર એકઠાં થયા. લંચ પર જ્યાં કરીના પોતાના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર સાથે દેખાઈ તો રણબીર પણ એકલો ન પહોંચ્યો. તે પોતાની પ્રેમિકા આલિયા ભટ્ટ (alia bhatt)ને પણ ફેમિલી લંચમાં સાથે લઈ ગયો. રણબીરના પેરેન્ટ્સ આલિયાને ઘણી પસંદ કરે છે અને એક્ટ્રેસના પેરેન્ટ્સ પણ રણબીરને લાઈક કરે છે. હવે લાગી રહ્યું છે કે, રણબીર ધીમે-ધીમે આલિયાને સમગ્ર કપૂર ફેમિલીનો હિસ્સો બનાવી રહ્યો છે.

A post shared by KK (@therealkarismakapoor) on

હાલમાં કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટો શેર કર્યો છે અને એમાં આખો કપૂર પરિવાર દેખાઈ રહ્યો છે. ક્રિસમસ વિશ કરતા કરિશ્માએ હેશટેગ મૂકી ‘ફેમિલી લંચ’, ‘ફેમિલી ટ્રેડિશન’ અને ‘ફેમિલી ટાઈમ’ લખ્યું. આ ફેમિલી ફોટોમાં આલિયાની હાજરી પુરાવો છે કે કપૂરપરિવાર પણ તેને પસંદ કરે છે.

આલિયા ભટ્ટ (alia bhatt) અને રણબીર કપૂર (ranbir kapoor) હાલમાં બોલિવૂડ જગતનું બહુચર્ચિત હોટ કપલ છે. આ જોડીએ જ્યારથી પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra) નું શૂટિંગ શરૂ કર્યું છે ત્યારે બંને વચ્ચે કુછ કુછ હોતા હે... અંગે ગપશપ સામે આવતી જ રહે છે. આલિયાએ જાતે કરણ જોહર (Karan Johar) ના ચેટ શોમાં પોતાના સંબંધ હોવા અંગે ખુલાસો કર્યો હતો. તાજેતરમાં આ બંનેના લગ્નની કંકોતરીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે ઘણા જ ચર્ચાસ્પદ રહ્યા હતા. જોકે એ તસ્વીરો સાચી નથી પરંતુ આ જોડી પોતાનો સંબંધ સાચો અને પાક્કો હોવા અંગેના પુરાવા આપી રહ્યું છે.

કરિયરની વાત કરીએ તો રણબીર હાલમાં પોતાના આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. વારાણસીના ઘાટથી તેમના શૂટિંગની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે અને એને અયાન મુખરજી ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન, ડિમ્પલ કાપડિયા અને મૌની રોય પણ કામ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news