Miraculous Temple: મંદિરમાં મંત્રોચ્ચાર થાય ત્યારે 360 ડિગ્રી ફરે છે આ શિવલિંગ, સ્વયં શ્રીરામે કરી હતી સ્થાપના

Miraculous Temple : માનવામાં આવે છે કે આ શિવલિંગ જે ફરતું જોવે છે તેને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું ફળ મળે છે. શિપ્રા નદીની પાસે આ મંદિર આવેલું છે. અહીં આવનાર જે ભક્ત નદીમાં સ્નાન કરીને શિવજીને જળ ચઢાવે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Miraculous Temple: મંદિરમાં મંત્રોચ્ચાર થાય ત્યારે 360 ડિગ્રી ફરે છે આ શિવલિંગ, સ્વયં શ્રીરામે કરી હતી સ્થાપના

Miraculous Temple : ભારતભરમાં અનેક શિવ મંદિરો આવેલા છે. મંદિર નાનું હોય કે મોટું તેની સાથે ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે. પરંતુ આપણા દેશમાં કેટલાક એવા મંદિરો પણ આવેલા છે જેના વિશે એવું માનવામાં આવે છે કે ત્યાં સાક્ષાત ભોળાનાથ વાસ કરે છે. 

કાશી અને ઉજ્જૈનને શિવ નગરો કહેવાય છે. કહેવાય છે કે અહીં કણકણમાં શિવ વાસ કરે છે. આજે તમને ઉજ્જૈનમાં આવેલા આવા જ એક મંદિર વિશે જણાવીએ જે તેના ચમત્કારના કારણે પ્રખ્યાત છે. આ મંદિરમાં શિવજીની સ્થાપના ભગવાન શ્રીરામ, માતા સીતા અને તેમના ભાઈ લક્ષ્મણ સાથે મળીને કરી હતી. આ મંદિરની ખાસિયત એ છે કે તેમાં સ્થાપિત શિવલિંગ 360 ડિગ્રી પર ફરે છે. 

આ શિવ મંદિર ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરથી 500 મીટરના અંતરે આવેલું છે. અહીં રામેશ્વર મંદિરમાં આ શિવલિંગ સ્થાપિત છે. જ્યારે અહીં મંત્રોચ્ચાર થાય છે ત્યારે મંદિરમાં સ્થાપિત શિવલિંગ 360 ડિગ્રી ફરે છે. સ્કંદ પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રીરામ તેમના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે મળીને કરી હતી. ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન તેમના પિતા દશરથનું તર્પણ કરવા માટે રામઘાટ પર આવ્યા હતા. ત્યારે તેમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી.

રામેશ્વર મંદિરમાં સ્થિત શિવલિંગની પૂજા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે. પૂજા દરમિયાન આ શિવલિંગ 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે. મંત્રોની શક્તિ અને ચમત્કાર જોવા માટે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. 

માનવામાં આવે છે કે આ શિવલિંગ જે ફરતું જોવે છે તેને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું ફળ મળે છે. શિપ્રા નદીની પાસે આ મંદિર આવેલું છે. અહીં આવનાર જે ભક્ત નદીમાં સ્નાન કરીને શિવજીને જળ ચઢાવે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news