Mangal Ke Upay: વર્ષ 2025 માં મંગળ કરી દેશે માલામાલ, કરી લો આ 5 કામ, ધન, સમૃદ્ધિ વધશે અને સુરધશે આરોગ્ય
Mangal Ke Upay: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025 મંગળનું વર્ષ છે. આ વર્ષમાં કેટલાક સરળ કામ પણ કરી લેવામાં આવે તો જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ આ ઉપાય કયા કયા છે.
Trending Photos
Mangal Ke Upay: જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, શક્તિ અને ઊર્જાનો પ્રતિક માનવામાં આવે છે. મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ પણ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો મંગળ જીવનમાં શુભ હોય તો આત્મવિશ્વાસ અને પરાક્રમ વધે છે. પરંતુ જો મંગળ ગ્રહ અશુભ ફળ આપતો હોય તો તેનાથી વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક વિશેષ ઉપાય પણ જણાવવામાં આવ્યા છે જેને અપનાવીને મંગળના અશુભ પ્રભાવને ઘટાડી શકાય છે અને તેના શુભ પ્રભાવને વધારી શકાય છે. આ ઉપાયોને અપનાવીને તમે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ અત્યંત સરળ એવા ઉપાય.
લાલ રંગનો ઉપયોગ
લાલ રંગ મંગળ ગ્રહ સંબંધિત છે. આ રંગ ઉર્જા અને શક્તિનું પ્રતીક છે. તેથી પોતાના રોજના જીવનમાં લાલ રંગનો સમાવેશ કરો. તેનાથી સકારાત્મક અસર ઝડપથી જોવા મળશે. લાલ રંગના કપડા પહેરી શકાય છે અથવા તો લાલ રંગની વસ્તુ ઘરમાં રાખી શકાય છે તમે લાલ ફુલનો ઉપયોગ પણ કરી શકો છો.
તાંબાની વસ્તુઓ
મંગળની ધાતુ તાંબુ છે. જો તમે તાંબુ ધારણ કરો છો તો આત્મવિશ્વાસ વધે છે અને સમસ્યાઓ સામે લડવાની શક્તિ મળે છે. મંગળનો શુભ પ્રભાવ મેળવવા માટે તમે તાંબાનું કડુ, વીંટી અથવા તો બ્રેસલેટ પહેરી શકો છો. આ સિવાય મંગળવારના દિવસે તાંબાનું દાન કરવું પડે શુભ રહે છે.
જવ
મંગળ ગ્રહનું અનાજ જવ છે. તેને ખાવાથી શરીરની શક્તિ વધે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો અમાસ કે પૂનમના દિવસે જવનો લોટ હવનમાં ચઢાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને મંગળનો શુભ પ્રભાવ વધે છે.
ગોળનું દાન
ગોળ અને મંગળ ગ્રહ વચ્ચે પણ સંબંધ છે. ગોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે મંગળના અશુભ પ્રભાવને પણ ઘટાડે છે. મંગળવારે ગોળ અને રોટલી ગાય અથવા વાંદરાને ખવડાવી જોઈએ તેનાથી મંગળ કૃપા પ્રાપ્ત થાય છે.
માટીનો ઉપયોગ
મંગળને ભૂમિ પુત્ર પણ કહેવાય છે. તેથી માટી સંબંધિત ઉપાય પણ અસરદાર રહે છે. જે લોકોને ક્રોધ વધારે આવતો હોય તેમણે માટીના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. ઘરમાં માટીના કુંડા રાખવા જોઈએ. માટીના વાસણનું દાન કરવું પણ મંગળના શુભ પ્રભાવને વધારે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે