Mangal Gochar 2024: મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન મેષ સહિત 4 રાશિ માટે શુભ, થશે જબરદસ્ત ફાયદા, કારકિર્દીમાં મળશે સફળતા

Mangal Gochar 2024: 20 ઓક્ટોબરે બપોરે 2 કલાક અને 22 મિનિટે મંગળ ગ્રહ મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું આ ગોચર તમામ રાશિને અસર કરશે. બારમાંથી ચાર રાશિ એવી છે જેના માટે આ રાશિ પરિવર્તન શુભ છે. 
 

Mangal Gochar 2024: મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન મેષ સહિત 4 રાશિ માટે શુભ, થશે જબરદસ્ત ફાયદા, કારકિર્દીમાં મળશે સફળતા

Mangal Gochar 2024: 20 ઓક્ટોબર 2024 નો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખશે. સાથે જ ગ્રહોના સેનાપતિ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 20 ઓક્ટોબરે બપોરે 2 કલાક અને 22 મિનિટે મંગળ ગ્રહ મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું આ ગોચર તમામ રાશિને અસર કરશે. બારમાંથી ચાર રાશિ એવી છે જેના માટે આ રાશિ પરિવર્તન શુભ છે. ચાલો તમને જણાવીએ આ રાશીઓ વિશે. 

મેષ રાશિ 

મેષ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. કામમાં વિઘ્ન આવી રહ્યા હતા તે દૂર થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. 

સિંહ રાશિ 

સિંહ રાશિ માટે પણ મંગળનું ગોચર લાભકારી છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. નોકરી કરતા લોકો થી બોસ ખુશ રહેશે. કામના વખાણ સાંભળવા મળશે. દાંપત્ય જીવનની સમસ્યા દૂર થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી નોકરી મળી શકે છે. 

તુલા રાશિ 

તુલા રાશિના લોકોના પણ સારા દિવસોની શરૂઆત થશે. માનસિક ચિંતાથી મુક્તિ મળશે. ભાગ્યનો સાથ મળશે. આવકના નવા સોર્સ બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પારિવારિક સંબંધો મજબૂત થશે. 

કુંભ રાશિ 

કુંભ રાશિ માટે પણ મંગળનું રાશિ પરિવર્તન શુભ છે. વેપારીઓને સારી ઓફર મળી શકે છે. રોકાણ માટે પણ સારો સમય. નવા કાર્યની શરૂઆત માટે યોગ્ય સમય. સફળતા પ્રાપ્ત થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news