Makar Sankranti 2025 Daan: મકર સંક્રાંતિ પર રાશિ અનુસાર આ વસ્તુનું કરો દાન, જીવનમાં હંમેશા રહેશે સુખ-શાંતિ
મકરસંક્રાંતિના દિવસે દાન અને દાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે યોગ્ય વસ્તુઓનું દાન કરો છો તો તમને પૂર્ણ ફળ મળે છે.
Trending Photos
અમદાવાદઃ મકરસંક્રાંતિ 2025 અંગે માહિતી આપતા પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યની મકર સંક્રાંતિ પ્રવેશ ક્ષણ ને પવિત્ર મનાય છે મકરસંક્રાંતિનું દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે
આ વર્ષે આ પવિત્ર ક્ષણ 14જાન્યુઆરી સવારે 8-56 બપોરે થી 12 -50 સુધીનો સમય મહાપુણ્ય કાળ ગણાશે. સંક્રાંતિનો પુણ્ય કાળ જે મનુષ્યને રોગ, દોષ , દેવા અને કરજમાંથી મુક્ત કરી શકે છે.
આ સમયે કરેલ દાન પુણ્ય કે પવિત્ર નદીઓનું સ્નાન સહસ્ત્ર ઘણું ફળ આપશે રાશિ અનુસાર દાન કરવાથી પણ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે સાથે સતા યસ માન પ્રતિષ્ઠા અને ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર
શાસ્ત્ર પ્રમાણે રાશી મુજબ કેવા દાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે ઉત્તરાયણ પર્વની મકર સંક્રાંતિ શરૂ થાય તે સમય બાદ મકરસંક્રાંતિ સ્નાન અને દાન પુણ્ય કરવુ જોઈએ
શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ પવિત્ર સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાન થી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ પૂજન થી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે તેમજ ભગવાન સૂર્યનારાયણ ની કૃપાથી આત્મ બળ ની સાથે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે . સમાજમાં યસ પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે માટે જ મકરસંક્રાંતિ નો આટલો વિશેષ મહિમા છે
તલના તેલની માલિશ કરી સૂર્ય સ્નાન કરવાથી શરીરના રોગોને નષ્ટ પામે છે
આ દિવસે તલ કે તલના તેલને સૂર્ય પ્રકાશમાં તપાવી આ તેલના ઉપયોગથી કે તેની માલિશથી શરીરના વાત રોગો નષ્ટ થાય છે. સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કે સૂર્ય મંત્ર જાપ કરવાથી કરવાથી સિદ્ધિ સફળતા અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
બારે રાશિનાં જાતકોને રાશિ અનુસાર દાન કરવાનો મહિમા છે.
મેષઃમસૂર દાળ ગોળ તલ ઘઉં અને વસ્ત્રો નું દાન
વૃષભ: ચોખા શ્વેત વસ્ત્ર અને ગાયો ને ઘાસ નું દાન
મિથુન: મગ અને ગોળ એને પૈસા નું દાન
કર્ક: ગાયો ને ઘાસ ચોખા કે દહીં નું દાન
સિંહ: ઘઉં અને તલ,કે ગોળ નું દાન
કન્યા: મગ ગોળ કે ફળ નું દાન
તુલા : ચોખા દહી કે પૈસા નું દાન
વૃશ્ચિકઃ તલ લાડુ મસૂર દાળ કે તાંબા પાત્ર નું દાન
ધન: ચણા દાળ ચણા કે કઠોળ નુ દાન
મકર: જુના વસ્ત્રો તલ કે તલના તેલ નું દાન
કુંભઃ તલ તલ ચીકી લોખંડ ના વાસણો કે ગરમ કપડાં નું દાન
મીન: ચણા કઠોળ ,કેળા કે રેશમી વસ્ત્ર કે પૈસા નું દાન
આમ આ પ્રકારે આ દિવસે બ્રાહ્મણોને ગરીબો ને ઘઉં કઠોળ અનાજનું દાન વસ્ત્રો રેશમી વસ્ત્રો કે કપડા નું દાન ગાયોને ઘાસચારો ચકલાને ચણ કૂતરાને રોટલી નું દાન કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે
જ્યારે સૂર્યદેવતા ઉપરોક્ત ઉપાયોથી પ્રસન્ન થાય છે ત્યારે રોગ અને ઋણમાંથી મુક્તિ મળે છે સાથે જીવનમાં સત્તા અધિકારી યશ અને માન તેમજ સુખ સમૃદ્ધિ અને સંતતિ ની પ્રાપ્તિ થાય છે
મકરસંક્રાંતિ પર સૂર્ય થશે ઉત્તરાયણ
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે
તેની સાથે જ 14 જાન્યુઆરી થી ધનારક કમોરતા પૂરા થશે શુભ અને માંગલિક પ્રસંગો શરૂ થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે.
ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે