મહાભારત યુદ્ધના 18 દિવસ દરમિયાન શ્રીકૃષ્ણ કેમ રોજ ખાતા હતા મગફળી?

Mahabharata warw Secret : ભગવાન શ્રીકૃષ્ણ ઉપરાંત માત્ર એક માત્ર તેમના યુદ્ધ દરમિયાન મગફળી ખાવાના રહસ્યને જાણતો હતો... તે હતા ઉડુપી રાજા

મહાભારત યુદ્ધના 18 દિવસ દરમિયાન શ્રીકૃષ્ણ કેમ રોજ ખાતા હતા મગફળી?

mahabharata interesting fatcs : મહાભારત કળિયુગને દર્શાવે છે. મહાભારતના અનેક રહસ્યો છે, જેને ન તો આજ સુધી કોઈ જાણી શક્યુ છે ન તો કોઈ સમજી શક્યું. મહાભારતના અનેક રહસ્યો આજે પણ લોકોને અચંબિત કરી દે તેવા છે. આજે પણ તે વણઉકેલાયેલા છે. 18 દિવસો સુધી ચાલેલા મહાયુદ્ધમાં ધર્મ અને અધર્મના નામે અનેક યોદ્ધાઓનો ભોગ લેવાયો. કેટલાય વિરગતિ પ્રાપ્ત થયા. ખુદ ભગવાન શ્રીકૃષ્ણે એવી લીલાઓ રચી, જેનાથી માણસને જ્ઞાન અને શક્તિનો બોધપાઠ થયો. તેઓએ શસ્ત્ર ઉઠાવ્યા વગર પાંડવોને જીત અપાવી. તેમાંનું એક રહસ્ય શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું છે. શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન રોજ મગફળી ખાતા હતા. આ એટલુ મોટું રહસ્ય હતું કે માત્ર એક જ વ્યક્તિ આ રહસ્યને જાણતો હતો. તે હતા ઉડુપી રાજા. 

યુદ્ધમાં સામેલ થયા હતા અનેક રાજ્યો
કથા અનુસાર, મહાભારતના યુદ્ધની જાહેરાત થઈ, ત્યારે કૌરવો તેમજ પાંડવોએ દેશના તમામ રાજાઓને ધર્મ અને અધર્મના નામ પર યુદ્ધમાં સામેલ થવા મદદ માંગી હતી. કેટલાક રાજાઓએ કૌરવોનો સાથ આપ્યો, તો કેટલાકે પાંડવોનો. પરંતુ એક રાજા એવા હતા, જેઓ કોઈના પક્ષમાં ન હતા. એ હતા રાજા ઉડુપી.

શ્રીકૃષ્ણ ઉપરાંત બીજું કોણ જાણતું હતું મહાભારત યુદ્ધનું પરિણામ?

આ રાજ્યએ લીધી ભોજનની જવાબદારી
મનમાં સવાલો સાથે રાજા ઉડુપી શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું કે, યુદ્ધમાં કરોડો લોકો સામેલ થઈ રહ્યાં છે. પરંતુ આ દરમિયાન ભોજનની વ્યવસ્થા કોમ કરશે. ભોજન વગર તો યોદ્ધાઓ યુદ્ધ લડી શકે તેમ નથી. તેથી જો તમારી અનુમતિ હોય તો બંને પક્ષોની ભોજનની જવાબદારી મારા તરફથી રહેશે. ઉડુપી રાજાએ યુદ્ધમાં સામેલ થનારા તમામ લોકોના ભોજનની વ્યવસ્થાની જવાબદારી લીધી. 

પણ એક ચિંતા હતી
ઉડુપી રાજાને શ્રીકૃષ્ણએ પરમિશન તો આપી. પરંતુ રાજાની સામે એક સમસ્યા હતી. એ કે, તેઓ રોજ કેટલા લોકોના ભોજનની વ્યવસ્થા ખબર પડે, કારણ કે દરરોજ અનેક યોદ્ધાઓ વીરગતિ પ્રાપ્ત થવાના હતા. જો ભોજન ઓછું રહેશે તો સૈનિકો ભૂખ્યા મરી જશે, અને વધી જશે તો મા અન્નપૂર્ણાનું અપમાન થશે. 

ભગવાને જણાવ્યું એક રહસ્ય
ભગવાન શ્રીકૃષ્ણએ ઉડુપી રાજાની ચિંતા સમજી અને તેનું સોલ્યુશન જણાવ્યું. શ્રીકૃષ્ણએ કહ્યું કે, યુદ્ધ પહેલા હુ દરરોજ બાફેલી મગફળીના દાણા ખાઈશ, જે દિવસે જેટલી મગફળીના દાણા ખાઈશ, તે દિવસે એટલા હજાર સૈનિક યુદ્ધ ભૂમિમાં વીરગતિ પ્રાપ્ત થશે. આ રીતે ભગવાન કૃષ્ણએ આ રહસ્ય ઉડુપી રાજાને જણાવ્યું. ભગવાન અને ઉડુપી રાજા સિવાય પૃથ્વીના કોઈ પણ માનવને આ રહસ્ય વિશે ખબર ન હતી. આ રીતે યુદ્ધમાં રોજ હજારો સૈનિકોને ભોજન મળ્યુ હતું, અને ભોજનનો બગાડ પણ થયો ન હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news