મોરબીની લેડી ડોન થઈને ફરતી લેડી રાણીબાની હવા નીકળી ગઈ! જેલ જવાનો વારો આવ્યો
Morbi Lady Don Rani Ba : મોરબીની બહુચર્ચિત રાણીબા અને અન્ય 6 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને ગઈકાલે જેલભેગા કરાયા... રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ પણ જેલના સળિયા પાછળ
Trending Photos
Morbi News : મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું. જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. ગુજરાતના મોરબીમાં પગારની માંગણીને લઈને દલિત યુવાનને બેલ્ટથી માર મારીને દાદાગીરી દેખાડનાર વિભૂતી પટેલ ઊર્ફ રાણીબાની દાદાગીરી નીકળી ગઈ છે. દલિત યુવાનની મારઝૂડ કરવાની મુખ્ય આરોપી વિભૂતી પટેલ છે અને તેની સાથે બીજા પણ પાંચ આરોપીઓ છે. મોરબી કોર્ટે આજે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તમામ આરોપીઓને જેલમાં મોકલી દીધા હતા.
મોરબીમાં પગાર માટે યુવાનને માર મારવાના કેસમાં આરોપીઓના ગત રોજ રિમાન્ડ પૂર્ણ થયા છે. જેના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત ૬ આરોપીને કોર્ટે જેલ હવાલે કર્યા છે. હાલમાં પકડાયેલા રાણીબા સહિતના છ આરોપીને કોર્ટમાં રજુ કરીને પોલીસે જેલ હવાલે કરાયા છે.
પગાર લેવા ગયેલા કર્મચારી સાથે શું થયું હતું
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (૨૧)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને જણાવ્યુ છે કે, તેને રાણીબા ના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે તેવી જાહેરાત જોઈ હતી જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો અને ગત તા. ૨ ઓક્ટોબર થી તા. ૧૮ ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતી અને આ યુવાન પગાર લેવા માટે ગયો હતો ત્યારે તેને માર મારીને પગરખું મોઢામાં આપવામાં આવ્યું હતું જેથી કરીને સમાજમાં આ ઘટનાને લઈને રોષની લાગણી ફેલાઈ હતી અને આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ હતું.
વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ યુવકના મોઢામાં લેવડાવી તેને અપમાનિત કર્યો
જે યુવાનને માર મરવામાં આવેલ છે તેને પગાર માટે વિભૂતિ પટેલને ફોન કર્યો હતો ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો આટલું જ નહીં ફરિયાદી યુવાને ફરિયાદમાં લખાવ્યું છે કે, વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ તેને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ છે તેમજ રાજ પટેલે બળજબરી પૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વિડીઓ ઉતારી લઈને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ હતો જેથી કરીને મોરબી જીલ્લા અનુ જાતી સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને અત્યાચાર બંધ કરો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત બાર વ્યક્તિઓની સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ તેમજ રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી જો કે, ગત તા ૨૨/૧૧ ના રોજ રાતે ૮:૩૦ કલાકે બનાવ બનેલ છે જેની તા ૨૩/૧૧ ના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
રાણીબાની લક્ઝુરિયસ લાઈફ
આ ઘટના બાદ મોરબીની રાણીબાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને તેની રીલ્સ ચર્ચામાં આવી હતી. લાખોની કરે છે તે શોપિંગ... હજારોના પહેરે છે તે કપડા... મોંઘી-મોંઘી ગાડીઓમાં ફરવાનો છે તેને શોખ... પોતાની સાથે રાખે છે તે બોડીગાર્ડ... આ છે પોતાને લેડી ડોન ગણાવતી વિભૂતી પટેલ... ઉર્ફે રાણીબા... રાણીબાને લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો તે રોયલ લાઈફ જીવવામાં માને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે