Ketu Gochar 2024: 10 નવેમ્બરે કેતુ બદલશે ચાલ, 3 રાશિઓ પર મહાસંકટ, આર્થિક તંગીથી થઈ જશે પરેશાન
Ketu Gochar 2024: 10 નવેમ્બરે કેતુ સૂર્યના નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેના કારણે ત્રણ રાશીના લોકો માટે સમસ્યાઓની શરૂઆત થશે. આ રાશિના લોકોને આર્થિક તંગીથી લઈને પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ રાશિ કઈ છે.
Trending Photos
Ketu Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેતુને છાયા ગ્રહ અને રહસ્યમય તેમજ માયાવી ગ્રહ કહેવાય છે. કેતુ અનિશ્ચિત અને અશુભ ફળ આપે છે. ખાસ કરીને કેતુ જ્યારે ઉલટી ચાલ ચાલે છે એટલે કે વક્રી થાય છે તો તેની અસર વધારે ખરાબ હોય છે. કેતુને નવ ગ્રહોમાં સૌથી મુશ્કેલ ગ્રહ માનવામાં આવે છે. કેતુ હાલ હસ્ત નક્ષત્રમાં ગોચર કરે છે. 10 નવેમ્બર અને રવિવારથી કેતુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે.
આ નક્ષત્રનો સ્વામી ગ્રહ સૂર્ય છે. સૂર્યના ગ્રહમાં કેતુનો પ્રવેશ શુભ નથી. સૂર્ય અને કેતુ એકબીજાના શત્રુ છે. જ્યારે સૂર્યના નક્ષત્રમાં કેતુ પ્રવેશ કરશે તો તે અશુભ ફળ આપે તેવું માનવામાં આવી રહ્યું છે. કેતુના આ નક્ષત્ર પરિવર્તનની અસર બધી જ રાશિને થશે. પરંતુ ત્રણ રાશી એવી છે જેમના માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન નકારાત્મક સાબિત થશે.
મેષ રાશિ
સૂર્યનું કેતુમાં ગોચર મેષ રાશિના લોકોને આક્રમક બનાવશે. કેતુના પ્રભાવથી ચિંતા વધશે અને એકલતાનો અનુભવ થશે. આવકના સોર્સમાં બાધા ઉત્પન્ન થશે. નોકરીમાં તણાવ અને અનિશ્ચિતતા વધશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. એકાગ્રતામાં ખામી આવશે. પ્રેમ સંબંધોમાં પણ સમસ્યા આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહેવું.
સિંહ રાશી
સિંહ રાશી નો સ્વામી સૂર્યગ્રહ છે. કેતુ સૂર્યના નક્ષત્રમાં ગોચર કરશે જેના કારણે પરેશાનીઓ વધી શકે છે. કેતુના પ્રભાવથી આ રાશિના લોકો સંવેદનશીલ થઈ જશે. માનસિક ચિંતા નો સામનો કરવો પડી શકે છે. આવકના સ્ત્રોત ઘટશે અને આર્થિક તંગી પણ આવી શકે છે. વેપારમાં નુકસાન થવાની આશંકા. કરજ વધી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદનું વાતાવરણ રહી શકે છે.
મીન રાશિ
મીન રાશિના લોકો ભાવુક અને સંવેદનશીલ બનશે. કેતુના પ્રભાવથી નિરાશા અને ઉદાસીનો અનુભવ થઈ શકે છે. નોકરી કરતા લોકોનું પ્રમોશન અટકી શકે છે. ધનનો વ્યય વધવાથી કરજ લેવું પડી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધમાં બ્રેકઅપ પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં ધ્યાન રાખવું નહીં તો સ્થિતિ ગંભીર થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે