24 કલાકમાં આ સમયે જીભ પર બિરાજે છે માં સરસ્વતી, બોલો તે થઈ જાય સાચું, મનની ઈચ્છા પણ થાય પુરી

Brahma Muhurt Importance: શાસ્ત્રો અનુસાર 24 કલાકમાં એકવાર દેવી સરસ્વતી દરેક માણસની જીભ પર બિરાજે છે. આ સમયે તે વ્યક્તિ જે પણ માંગે કે બોલે તે સત્ય થઈ જાય છે. કહેવાય છે કે આ સમયે બોલાયેલા શબ્દો સાચા પડે છે. તેથી વડિલો પણ બાળકોને સલાહ આપે છે કે ક્યારેય સમજ્યા વિચાર્યા વિના કંઈ ન બોલવું.   

24 કલાકમાં આ સમયે જીભ પર બિરાજે છે માં સરસ્વતી, બોલો તે થઈ જાય સાચું, મનની ઈચ્છા પણ થાય પુરી

Brahma Muhurt Importance: જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા રહસ્યોનો ઉલ્લેખ મળે છે. શાસ્ત્રો અનુસાર 24 કલાકમાં એકવાર દેવી સરસ્વતી દરેક માણસની જીભ પર બિરાજે છે. આ સમયે તે વ્યક્તિ જે પણ માંગે કે બોલે તે સત્ય થઈ જાય છે. કહેવાય છે કે આ સમયે બોલાયેલા શબ્દો સાચા પડે છે. તેથી વડિલો પણ બાળકોને સલાહ આપે છે કે ક્યારેય સમજ્યા વિચાર્યા વિના કંઈ ન બોલવું.   

તમે પણ ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે વાણીમાં ક્યારેય કડવાશ ન રાખવી. કોઈપણ સમયે કોઈની માટે ખરાબ શબ્દો ન બોલવા. કટુ શબ્દો કોઈ માટે કે પોતાના માટે બોલતા પહેલા સમયનું ભાન કરવું. ક્યારેક આપણા બોલેલા કટુશબ્દો આપણી સાથે બીજાને પણ હાનિ કરે છે. 

આ પણ વાંચો: 

માતા સરસ્વતી વ્યક્તિને કારકિર્દીમાં સફળતા, બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ આપે છે. કહેવાય છે કે જેમના પર માતા સરસ્વતી મહેરબાન થાય છે તેનું જીવન સુધરી જાય છે. આવી વ્યક્તિ બુદ્ધિ, વાણી પર પ્રભુત્વ ધરાવે છે.

હિંદુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને સૌથી શુભ સમય માનવામાં આવે છે. સવારે 3 વાગ્યા પછીથી સૂર્યોદય થાય તે પહેલાનો સમય બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખાય છે. શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં પણ સવારે 3.20 થી 3.40 ની વચ્ચે માતા સરસ્વતી વ્યક્તિની જીભ પર બિરાજે છે. આ સમયે બોલાયેલા શબ્દ સાચા પડે છે. તેવું માનવામાં આવે છે. આ જ કારણ છે કે પૂજા, અનુષ્ઠાન કે વિદ્યાર્થીઓને અભ્યાસ પણ બ્રહ્મ મુહૂર્તમાં કરવા કહેવામાં આવે છે. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news