રાજકોટ પોલીસ પર લાગ્યો બદનામીનો દાગ : બે પોલીસ કર્મીને ભાગબટાઈ કરવી ભારે પડી, થયા સસ્પેન્ડ

Rajkot Police : રાજકોટ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પૈસાની વહેંચણીમાં ભ્રષ્ટાચાર કરવા ગયેલા કર્મચારીઓ CCTV ને ભૂલી ગયા... વાહનચાલકો પાસેથી ટ્રાફિક વોર્ડન પૈસાની ઊઘરાણી કરી કોન્સ્ટેબલને આપતા, વીડિયોથી ભાંડો ફૂટતા ACPએ સસ્પેન્ડ કર્યા

રાજકોટ પોલીસ પર લાગ્યો બદનામીનો દાગ : બે પોલીસ કર્મીને ભાગબટાઈ કરવી ભારે પડી, થયા સસ્પેન્ડ

Rajkot News રાજકોટ : રાજકોટ પોલીસ પર ફરી એકવાર ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકાયો છે. રાજકોટ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પૈસાની વહેંચણીમાં ભ્રષ્ટાચાર કરવા ગયેલા કર્મચારીઓ CCTV ને ભૂલી ગયા હતા. વાહનચાલકો પાસેથી ટ્રાફિક વોર્ડન પૈસાની ઊઘરાણી કરી કોન્સ્ટેબલને આપતા હતા. પૈસાનો આ આખો ખેલ CCTVમાં કેદ થયો હતો. કોન્સ્ટેબલ અને ટ્રાફિક વોર્ડન ભાગબટાઈ ના CCTV સસોસિલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી પોલીસ કમિશ્નર દ્વારા તાત્કાલિક અસરથી મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બન્યું એમ હતું કે, રાજકોટમાં સોશિયલ મીડિયા પર કોન્સ્ટેબલ અને ટ્રાફિક વોર્ડન ભાગબટાઈ ના CCTV વાયરલ થયા હતા. જેમં જોવા મળ્યું કે, ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ ઉમેદ ગઢવી અને મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલિયાને લોકો પાસેથી ઉઘરાવેલી રકમ આપતા હતા અને રકમ હાથમાં આવ્યા બાદ તેની ભાગબટાઇ થતી હતી. રાજકોટમાં પોલીસ કર્મીના ભાગ બટાઈનો મામલો બહાર આવતા જ ઉહાપોહ મચી ગયો હતો. પોલીસ કમિશ્નર દ્વારા તાત્કાલિક અસરથી મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ઉમેદ ગઢવી મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

વીડિયો વાયરલ થતા જ રાજકોટ પોલીસની બદનામી થઈ હતી. બનાવને ગંભીરતાથી લઈને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને DCP પૂજા યાદવ દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. અંતે હેડ કોન્સ્ટેબલ ઉમેદભાઈ ગઢવી અને મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. 

ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક વોર્ડને માત્ર ટ્રાફિક નિયમન જ કરવાનું હોય છે. કોઈપણ પ્રકારનો દંડ વસુલવાની સત્તા ટ્રાફિક વોર્ડનને નથી અને અવારનવાર પબ્લિક ડિલિંગ માટેની તાલીમ પણ તેઓને આપવામાં આવે છે. છતા રૂપિયા વસૂલતા હોવાથી રાજકોટ પોલીસે આ પગલા લીધા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news