સનાતની સંતો હવે સ્વામીનારાયણ સંપ્રદાય સામે લડી લેવાના મૂડમાં, 14 મુદ્દાઓના ઉકેલની માંગ કરી

Swaminarayn : સુરેન્દ્રનગરના લીંબડીમાં દેશભરના સંતો-મહંતોનું મહાસંમેલન... સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રો હટાવ્યા બાદ પણ સાધુ-સંતોમાં ભારે રોષ યથાવત... સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં લખેલા વિવાદિત લખાણો સહિત 14 મુદ્દા પર નિર્ણય કરવા માગ...

સનાતની સંતો હવે સ્વામીનારાયણ સંપ્રદાય સામે લડી લેવાના મૂડમાં, 14 મુદ્દાઓના ઉકેલની માંગ કરી

Sanatan Dharma : સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાયા છે. પરંતું સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે સંતો-મહંતોનું મહાસંમેલન યોજાયું છે. જ્યાં મોટી સંખ્યામાં સનાતન ધર્મના સાધુએ એકઠા થયા છે. આ મહાસંમેલનમાં ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ, જયોતીનાથ બાપુ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ, રામેશ્વર હરિયાણી બાપુ, શેરનાથ બાપુ, ચૈતન્ય શંભૂ મહારાજ સહિત અનેક દિવ્ય હસ્તીઓ હાજર રહી છે. ત્યારે સાળંગપુર વિવાદ બાદ 10 મુદ્દાના ઉકેલ માટે દેશભરના મહામંડલેશ્વર અને સંતો મહાસંમેલનમાં હાજરી આપી છે. 

સાળંગપુરના ભીંતચિત્રો હટ્યા બાદ પણ વિવાદ યથાવત છે. આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં યોજાશે સંતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. જેમાં ભીંતચિત્રો હટાવ્યા બાદ પણ સનાતની સાધુઓમાં સ્વામીનારાયણ સંપ્રદાય પ્રત્યે રોષ જોવા મળ્યો છે. માત્ર ભીંતચિત્રો નહીં, વિવાદિત લખાણો દૂર કરવા સંમેલનમાં માંગ કરાઈ છે. તેમજ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પરથી તિલક દૂર કરાય તેવી માંગ કરાઈ છે. આ ઉપરાંત સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા થતાં વિવાદિત નિવેદનો રોકવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. આમ, આજના સંમેલનમાં મુખ્ય 10 મુદ્દા પર સાધુ સંતો ચર્ચા કરી રહ્યાં છે. 

આજ રોજ તારીખ – 05/09/2023 ને મંગળવારના રોજ શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પી. ખાતે મળેલ સનાતની સંતોની બેઠકમાં નીચે મુજબના ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. 

1, સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહી સર્વોપરી કઈ રીતે તેનો ખૂલાસો માંગવો
2. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતમાં સનાતની હિન્દુ ધર્મ પ્રેમી પ્રજામાં શાન્તિ ડહોળાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનદાદા અને સનાતનધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી સનાતન-ધર્મના 125 કરોડ ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે.
3. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ભકતો સહજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટદેવ માનતા હોઈ સ્વામીનારાયણ મંદીરમાં કોઈ પણ જગ્યાએ સનાતનધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન ન કરવું જોઈએ.
4. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સનાતનધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ થયો છે તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા.
5. સનાતનધર્મના દેવી-દેવતાઓને જ્યાં જ્યાં નીચે દેખાડી સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનો હીન પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાંથી દૂર કરવા,
6. સનાતનધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને તે હોદ્દા ઉપરથી રાજીનામાં લઈ જે તે હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવા.
7. સનાતનધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મા છે એવું કહી સનાતનધર્મની લીટી ભુંસી પોતાની લીટી મોટી કરવાના પ્રયાસો ક્યારે ન કરવા.
8. સનાતનધર્મની જે જગ્યા પર સ્વામીનારાયણના સંતોએ કબ્જે કરેલી હોય તે જગ્યા ખાલી કરાવી શ્રીસરકારને પરત કરવી અથવા સનાતનધર્મની સંસ્થાને સોંપવી.
9. સનાતન હિન્દુ દેવી-દેવતાઓ ઉપર સ્વામીનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહીં.
10.સ્વામીનારાયણ મંદીર કે મ્યુઝીયમાં ચિત્ર પ્રદર્શની કે વિડીયો ફીલ્મમાં ક્યાંય હિન્દુ સનાતની દેવી-દેવતા (શ્રીરામ, કૃષ્ણ,દેવીમાં,હનુમાનજી, શિવ પાર્વતીના) ના અપમાન જનક ચિત્રો કે ફિલ્મ બનાવવી નહીં. 
11 સનાતન દેવી-દેવતાઓનું અપમાન ન થાય તેના માટે અને સનાતન ધર્મના ઉત્થાન માટે સંતો વતી કાયદાકીય લડત માટે ડો. વસંતભાઈ પટેલને નિમણૂંક કરવામાં આવે છે.
12.સનાતન સંપ્રદાયના સાધુ અન્ય કોઈ પણ સંપ્રદાયના સાધુને નીચા ગણ નથી માટે અન્ય કોઈ સંપ્રદાય સનાતન સાધુને નીયા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલા ભરાશે.
13.સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતીની રચના કરવી જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતોની નિમણુંક કરવી.જે સમિતીનો નિર્ણય જ કોઈ પણ બનાવમાં માન્ય ગણવો.
14 નાથ સંપ્રદાય ને લઇ ને સ્વામિનારાયણ વડતાલ ના સંત નો જે બફાટ થયો તે વિષયમાં તુરંત પગલા ભરવા

 

વસંત પટેલ લડશે સનાતન ધર્મ મુદ્દે કેસ
સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રોના વિવાદ બાદ હવે જાણીતા તબીબી સનાતન ધર્મ મુદ્દે લડશે તેવી જાહેરાત આ સંમેલનમાં કરાઈ છે. ડો.વસંત પટેલ કોર્ટના દરવાજા ખડાવશે. તેઓ કોર્ટમાં સમગ્ર મામલો પડકારશે. વસંત પટેલનું સનાતન સંતો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તેઓની આ ઘટનાક્રમમાં કાયદાકીય લડત માટે નિમણૂંક કરવામાં આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news