જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ

Ratna Shastra: જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનુ વિશેષ મહત્વ હોય છે જ્યારે કોઈ જાતકની કુંડળીમાં યોગ કારક કોઈ ગ્રહ શુભ ફળ આપતો નથી ત્યારે તેને બળવાન બનાવવા ટચ થાય તે રીતે નંગ ધારણ કરવાની સલાહ અપાય છે ,અથવા પછી કોઈ ગ્રહ જાતકના જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખે છે તો ગ્રહોની શાંતિ માટે અમુક ઉપાય જણાવવામાં આવે છે.

જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ

Gemstones Wearing Rule: જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનુ વધારે મહત્વ હોય છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જ્યોતિષ માં માનતા લોકો ગમે તે રત્ન પહેરે છે કોઈપણ ગ્રહનું કંઈ પણ નંગ પહેરે છે અને વિના  કારણે તકલીફો નોતરે છે  તકલીફ આવે ત્યારે તે તેવું માને છે કે આપણા ભાગ્યમાં આવું લખ્યું હશે પરંતુ તે નથી જાણતા કે તકલીફ તેમણે જાતે ઉભી કરેલી છે. સચોટ જાણકારી વિના નંગ ધારણ કરીએ તો ઉલમાંથી ચૂલમાં પડાય છે. જેને ધારણ કરતા પહેલા ઘણા પ્રકારના નિયમોનુ પાલન કરવામાં આવે છે આવો જાણીએ રત્નોને ધારણ કરવા માટે કયા નિયમોનુ પાલન કરવામાં આવે છે

જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનુ વધારે મહત્વ
જાણો, રત્નોને ધારણ કરવા માટે કયા નિયમોનુ પાલન કરવુ?
રત્નોને ધારણ કરવાથી ગ્રહોનો નકારાત્મક પ્રભાવ થાય છે દૂર

Ratan Tata ની આ કંપનીએ બનાવ્યા કરોડપતિ, 63 થી વધીને 570 પર પહોંચ્યો Stock
Black Thread: સમજ્યા વિના પગમાં બાંધશો કાળો દોરો તો પડશો મુસીબતમાં, જાણો સાચો નિયમ
Construction Rules: રોડ ટચ મકાન હોય તો જાણી લો આ નિયમ, નહીંતર ગમે ત્યારે તોડી પડાશે
Australia માં પત્ની સાથે ભૂલથી પણ ન કરો આ 4 વસ્તુઓ, નહીંતર જીંદગીભર પસ્તાશો
કેનેડામાં થવું છે શિફ્ટ, તો જાણો કેવી લઇ શકો છો કાયમ માટે રેસિડેન્સ વીઝા

જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનુ વિશેષ મહત્વ હોય છે જ્યારે કોઈ જાતકની કુંડળીમાં યોગ કારક કોઈ ગ્રહ શુભ ફળ આપતો નથી ત્યારે તેને બળવાન બનાવવા ટચ થાય તે રીતે નંગ ધારણ કરવાની સલાહ અપાય છે ,અથવા પછી કોઈ ગ્રહ જાતકના જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખે છે તો ગ્રહોની શાંતિ માટે અમુક ઉપાય જણાવવામાં આવે છે આ ઉપાયોમાં  તે રત્ન ને ટચ ના થાય તેમ  ધારણ કરવા અંગે જણાવવામાં આવે છે  રત્નોને ધારણ કરવાથી ગ્રહોના નકારાત્મક પ્રભાવને દૂર કરી શકાય છે અને શુભ પ્રભાવ ને વધારી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ રત્ન ગ્રહોનુ પ્રતિનિધિત્વ કરે છે, જેના પ્રભાવથી જાતકોને સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે અને ઘણીવાર પ્રગતિમાં વિલંબ થતો હોય તો ઝડપી પ્રગતિ બને છે અને જીવનમાં ધારી સફળતા મળે છે  આવો જાણીએ રત્ન પહેરતા પહેલા કયા-કયા નિયમોનું ધ્યાન રાખવુ આવશ્યક હોય છે.

જ્યારે કોઈ રત્ન ધારણ કરો તો તેની પહેલા આ અધિપતિ ગ્રહની કુંડળીમાં સ્થિતિ અને અન્ય બીજા ગ્રહોની સાથે તેમનો સંબંધ અવશ્ય જોઇ લેવો જોઈએ  રત્ન ધારણ કરતા પહેલા આ વાતને અવશ્ય જાણી લેવી જોઈએ કે તે રત્ન શુદ્ધ છે કે નહીં. રત્ન નકલી ના હોવુ જોઈએ અને ખંડિત પણ ના હોવુ જોઈએ રત્નોમાં અનેક પ્રકારના દોષ હોય છે દોષ વિનાનું રત્ન હોવું જોઈએ અન્યથા શુભને બદલે અશુભ પરિણામ મળે છે માટે જાણકારની સલાહ અને માર્ગદર્શન મુજબ બતાવીને જ નંગ ધારણ કરવું જોઈએ.

કુંડળીનો અભ્યાસ કર્યા બાદ અને રત્નને ધારણ કરતા પહેલા આ પણ જાણવુ જરૂરી છે કે રત્ન કેટલુ હોવુ જોઈએ. રત્નોને ધારણ કરતા પહેલા આ રત્ન સાથે સંબંધિત દિવસ અને તિથિનુ વિશેષ ધ્યાન રાખવુ જરૂરી હોય છે.
 
રત્નોને પહેરતા પહેલા આ વાતની જાણકારી લેવી જરૂરી હોય છે કે રત્નને કઈ આંગળીમાં પહેરશો. દરેક રત્નની એક નિર્ધારિત આંગળી હોય છે. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જ્યોતિષાચાર્યની સલાહ બાદ જ રત્નને ધારણ કરવો જોઈએ  રત્ન ધારણ કરતા પહેલા વ્યક્તિએ પોતાની કુંડળીને અવશ્ય બતાવવી જોઈએ પછી જ્યોતિષાચાર્યની સલાહ પર રત્ન પહેરવો જોઈએ. 

અમુક લોકો વારંવાર એકથી વધુ રત્ન ધારણ કરે છે પરંતુ જ્યારે પણ એકથી વધુ રત્ન પહેરો તો રત્નો ની મૈત્રી અને શત્રુતાનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ  જેમકે ઘણા જાતકો મોતીની સાથે નીલમ પણ ધારણ કરે છે જ્યોતિષ શાસ્ત્રમાં મોતીને ચંદ્રમાનો રત્ન માનવામાં આવ્યો છે, જ્યારે નીલમને શનિનો રત્ન આ બંને ગ્રહ એકબીજા સાથે શત્રુતાનો ભાવ રાખે છે  જેના કારણે જાતકોને અશુભ ફળ મળે છે  આ સાથે માણેક ની સાથે નીલમને ધારણ ના કરવો જોઈએ માણેક ને સૂર્યનુ રત્ન ગણાય  છે અને સૂર્ય-શનિને એક બીજા સાથે શત્રુતાનો ભાવ રહે છે.

આવી જ રીતે માણેક જોડે ડાયમંડ જે શુક્ર નું નંગ કહેવાય તે પણ અશુભ ફળ આપે છે. આવી રીતે ગુરુના નંગ પોખરાજ સાથે ડાયમંડ નથી પહેરતા જે પણ ખૂબ અશુભ ફળ આપે છે આ બધી બાબતો નું જો ધ્યાન ના રાખીએ તો ફાયદા ની જગ્યાએ નુકશાન થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news