ઘોડી અને DJ બુક કરાવવા પડાપડી! મુહૂર્ત બદલાતા મહારાજની ફી ડબલ, આજથી લગ્નનો છૂટો દોર

આજથી મીનારક કમૂરતાં પૂર્ણ, માંગલિક કાર્યો થઈ શકશે, 22મીએ અખાત્રીજ છતાં ગુરૂ અસ્તનો હોવાથી લગ્નસરાનો પ્રારંભ ત્રીજી મે બાદ જ થશે.

ઘોડી અને DJ બુક કરાવવા પડાપડી! મુહૂર્ત બદલાતા મહારાજની ફી ડબલ, આજથી લગ્નનો છૂટો દોર

ઝી બ્યુરો/અમદાવાદ: મીનારક કમુરતાની આવતીકાલથી સમાપ્તિ સાથે જ લગ્નાદિ માંગલિક કાર્યો થઈ શકશે. જોકે, કમુરતાની પુરા થવાં છતાં લગ્નના શુભ મુહર્ત માટે ચોથી મે સુધી રાહ જોવી પડશે.

ગત 14 માર્ચથી સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થતાં જ મિનારક કમૂરતાનો પ્રારંભ થયો હતો અને તેની આવતીકાલે સમાપ્તિ થશે. આ ઉપરાંત 1 એપ્રિલથી જ ગુરૂ પણ અસ્તનો થઈ ગયો છે.

 લગ્નાદિ જેવા માંગલિક કાર્યમાં તો ગુરુ શુક્ર અસ્ત હોય ત્યારે નિષેધ ગણાય છે. ત્યારબાદ દેવગુરુ બૃહસ્પતિ મેના પહેલા સપ્તાહમાં મેષ રાશિમાં ઉદિત થશે. જેના કારણે 14 માર્ચથી 3 મે સુધીના આ સમય દરમિયાન લગ્નાદિ આદિ શુભ અને માંગલિક કાર્યો પણ નહિ કરી શકાય. મે મહિનામાં લગ્ન માટેના 14 જૂનમાં 11 મુહર્ત છે. આમ વિકમ સંવત 2079માં હવે લગ્ન માટેના કુલ માત્ર 25 મુહર્ત છે.

જ્યોતિષીઓ જણાવી રહ્યા છે કે, અખાત્રીજ 22 એપ્રિલ 2023ના રોજ આવે છે અને તેને પણ વણજોયું મુહર્ત કહેવાય છે. પરંતુ ગુરુ અસ્ત હોવાથી આ દિવસે પણ લગ્ન નહી થાય.

4મે 2023થી લગ્ન માટે મુહર્ત ફરી શરૂ થઈ જશે, જે 27 જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી 29 જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે. આ દિવસથી ચાર મહિના માટે બધા જ માંગલિક કાર્યો બંધ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news