ગરમીમાં AC ખરીદતા પહેલા રાખો આ 5 વાતોનું ધ્યાન, નહીં તો થશે નુકસાન

Air Conditioner: ઘર માટે નવું એર કંડિશનર ખરીદવું એ એક જવાબદારીભર્યું કામ છે કારણ કે તે મોંઘું હોય છે અને થોડી બેદરકારી પણ તમને ઘણી મોંઘી પડી શકે છે. આજે અમે તમને જણાવીશુ AC ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની 5 ટિપ્સ..

ગરમીમાં AC ખરીદતા પહેલા રાખો આ 5 વાતોનું ધ્યાન, નહીં તો થશે નુકસાન

Air Conditioner: હવે ગુજરાતમાં ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીમાં એસી વિના ચાલે નહીં તેવી સ્થિતિ થઈ ગઈ છે. જો તમે આ ગરમીમાં નવું એસી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેનાથી તમને ફાયદો થશે.

તમારી જરૂરને સમજો
સૌથી પહેલા તો તમારે એ સમજવાની જરૂર છે કે તમારે સ્પ્લિટ એસીની જરૂર છે કે વિન્ડો એસીની. વિન્ડો એસી સસ્તા અને સારસંભાળમાં સરળ હોય છે. બીજી તરફ સ્પ્લિટ એસી મોંઘા હોય છે પરંતુ એમાં અનેક સુવિધાઓ મળે છે. 

રેટિંગ પર આપો ધ્યાન
ઓછી ઊર્જા દક્ષતા ધરાવતા એસી તુલનાત્મક રીતે સસ્તા હોય છે, પરંતુ લાંબા સમયે તે મોંઘું પડશે. એવામાં હંમેશા ઓછામાં ઓછા 3 સ્ટાર ધરાવતું એસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. જેથી તમારે બિલની ચિંતા ન કરવી પડે. 4 કે 5 સ્ટાર એનર્જી રેટિંગ વાળું એસી વધુ સારો વિકલ્પ છે.

કૉપર અને એલ્યુમિનિયલ કોઈલ
છેલ્લા કેટલાક સમયથી એસીમાં હવે કોપર કોઈલનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના એલ્યુમિનિયર કોઈલ વાળા એસી કરતા કોપર કોઈલ વાળા વધુ સારું છે. જો બને તો કોપર કોઈલ વાળા એસી ખરીદવાનો આગ્રહ રાખો.

રૂમના આકાર પર રાખો ધ્યાન
હંમેશા યાદ રાખો કે રૂમના આકારને ધ્યાનમાં રાખીને એસીની ક્ષમતાની પસંદગી કરવી જોઈએ. 140-150 વર્ગ ફીટના રૂમમાં 1 ટન કે 1.5 ટનનું એસી પર્યાપ્ત રહેશે. જો તમે મોટા રૂમ માટે એસી ખરીદી રહો છો તો વધુ ક્ષમતા વાળું એસી ખરીદો.

સુવિધાઓ માટે પૈસા ચૂકવતા પહેલા સાવધાન
હવેના એસી મોટાભાગે હાઈ એન્ડ સુવિધાઓ આપે છે. જેમાં સ્માર્ટ ફોન અને વૉયસ આસિસ્ટન્ટન્ટની સાથે ડિવાઈસને નિયંત્રિત કરવાની અનુમતિ આપે છે. જેની વધારે કિંમત ચૂકવવી પડે છે. જો તમારે જરૂર હોય તો જ આવી સુવિધાઓ માટે વધુ પૈસા ખર્ચો. નહીં તો વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news