તલાટીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ, હસમુખ પટેલે આપેલી નવી માહિતી પર નજર કરી લેજો

Talati Exam Date : સંમતિ પત્ર બાબતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની સ્પષ્ટતા... સંમતિ પત્ર ભર્યા બાદ પરિક્ષા ન આપી શકનાર ઉમેદવાર સામે કોઈ કાર્યવાહી નહી થાય... પરિક્ષા આપવી માંગતા ઉમેદવાર ને વહેલીતકે સંમતિ પત્ર ભરવા કરી અપીલ

તલાટીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ, હસમુખ પટેલે આપેલી નવી માહિતી પર નજર કરી લેજો

Talati Exam Date : તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંમતિ પત્ર બાબતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે સંમતિ પત્ર બાબતે ખાસ સ્પષ્ટતા કરી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી કે, સંમતિ પત્ર ભર્યા બાદ પરીક્ષા ન આપી શકનાર ઉમેદવાર સામે કોઈ કાર્યવાહી નહી થાય. પરીક્ષા આપવા માંગતા ઉમેદવારને વહેલીતકે સંમતિ પત્ર ભરવા તેઓએ અપીલ કરી છે. 

પંચાયત પસંદગી મંડળ દ્વારા 7 મેના રોજ તલાટીની ભરતી પરીક્ષા લેવાશે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જણાવાયું કે, બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે. બે અરજી થઈ હોય તેમને એક અરજી માટે સંમતિ પત્ર આવરવાની રહેશે. તૈયારી કરનાર ઉમેદવાર જ સંમતિ આપે તેવી વિનંતી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 41 ટકા ઉમેદવાર હાજર રહ્યા હતા, 59 ટકા ઉમેદવાર ગેરહાજર રહેતા પેપર ઓએમઆર શીટનો વ્યય થયો હતો. તેથી તલાટીની પરીક્ષામાં 20 તારીખ સુધી સવારે 11.00 વાગ્યા સુધી સંમતિ પત્ર ભરી શકાશે. સરકારને પરીક્ષા કેન્દ્રો મળ્યા છે, જેટલા લોકોને પરીક્ષા આપવી છે તેટલા લોકો જ સંમતિ પત્ર ભરે. 

— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023

આ રીતે કરશો કન્ફર્મેશન
તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થઈ છે. ઓજસની વેબસાઈટ પર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. ઉમેદવારોએ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાંખવાની રહેશે. અલગ અલગ કંફર્મેશન નંબરથી અલગ અલગ ફોર્મ ભરેલા હશે તો પરીક્ષામાથી ગેરલાયક ઠેરવાશે. ઓનલાઈન કંફર્મેશન આપનાર જ તલાટીની ભરતી પરિક્ષા આપી શકશે. 

ઉલ્લેખનીય છે કે, આગામી 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે કન્ફર્મેશન ફોર્મને લઇ જણાવ્યું હતું કે આ ફોર્મ ભરવાનો મુખ્ય હેતુ એટલો છે કે સંશાધનોનો ખોટો ઉપયોગ ન થાય અને ખોટા ખર્ચ અટકાવી શકાય. આ નિર્ણય ભવિષ્યની પરીક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે. તેમજ પેપર છપાવવા અને અન્ય વધારાનો ખર્ચ થાય છે તેના પર કાબુ મેળવી શકાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news