Dhan Potli Upay: ચમત્કારી હોય છે ધનની આ પોટલી, તેની સામગ્રી રાતોરાત વ્યક્તિને બનાવે છે અમીર
Dhan Potli Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનની આ પોટલી ચમત્કારી હોય છે અને તે કોઈ પણ વ્યક્તિના ભાગ્યને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આ પોટલીના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પોટલીમાં જે સામગ્રી ઉમેરવામાં આવી હોય છે તે વ્યક્તિને અમીર બનાવવામાં મદદ કરે છે. તો ચાલો તમને વિસ્તારથી જણાવીએ આ ધનની પોટલી વિશે.
Trending Photos
Dhan Potli Upay: મહેનત તો દરેક વ્યક્તિ કરે છે પરંતુ કેટલાક લોકોને તેની મહેનતનું યોગ્ય ફળ મળતું નથી. ધનપ્રાપ્તિ માટે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં પરિણામ કંઈ જ નથી મળતું. આવી સ્થિતિમાં વ્યક્તિની મદદ એક જાદુઈ પોટલી કરી શકે છે. આજે તમને ધનની પોટલીનો એક ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલી શકે છે અને તે અમીર પણ બની શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનની આ પોટલી ચમત્કારી હોય છે અને તે કોઈ પણ વ્યક્તિના ભાગ્યને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આ પોટલીના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પોટલીમાં જે સામગ્રી ઉમેરવામાં આવી હોય છે તે વ્યક્તિને અમીર બનાવવામાં મદદ કરે છે. તો ચાલો તમને વિસ્તારથી જણાવીએ આ ધનની પોટલી વિશે.
ધનની પોટલી કેવી રીતે બનાવવી ?
આ પણ વાંચો:
ધનની પોટલી બનાવવા માટે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે કયા રંગની પોટલી હોવી જોઈએ જો તમે યોગ્ય રંગની પસંદગી કરો છો તો જ તેમાં રહેલી સામગ્રી પણ અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પોટલીનો રંગ લાલ અથવા પીળો હોવો જોઈએ. ધન આકર્ષિત કરતી પોટલી બનાવવા માટે લાલ અથવા પીળા કપડામાંથી એક પોટલી બનાવી અને પછી તેમાં સૌથી પહેલા ચાંદીનો એક સિક્કો રાખો આ સિક્કો એવો હોવો જોઈએ જેમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પ્રતિમા બનેલી હોય.
ચાંદીના સિક્કા ઉપરાંત પોટલીમાં કમળકાકડીના બી, આખા ધાણા, આખા ચોખા, પીળી કોડી, આખા કાળા મરી, મગ, જવ અને હળદરની ગાંઠ મૂકવી. આ સિવાય પોટલીમાં ગોમતી ચક્ર અને માતા લક્ષ્મીની પાદુકા પણ રાખી શકાય છે સાથે જ તેમાં સોપારી મૂકીને પોટલીને બંધ કરી દેવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પોટલીને ઘરના મંદિરમાં અથવા તો તિજોરીમાં મૂકી દેવી. ધ્યાન રાખો કે આ પોટલીની રોજ પૂજા કરવી જરૂરી છે.
ધાર્મિક માન્યતા અનુસાર આ પોટલી ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીનું ઘર માં આગમન થાય છે. તેથી આ પોટલી શુક્રવારના દિવસે બનાવવી. આ સિવાય આ પોટલી દિવાળીના શુભ અવસર પર પણ બનાવી શકાય છે. પોટલી બનાવ્યા પછી સતત 30 દિવસ સુધી તેની પૂજા કરવી અને પછી પોટલીમાં રહેલી સામગ્રીને માટીના કુંડામાં પધરાવી દેવી ત્યાર પછી નવી વસ્તુઓ પોટલીમાં ભરવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે