નવાજૂની થશે! સીએમ, પાટીલ સહિત ગુજરાતના નેતાઓને કરાવ્યા અમિત શાહે કરાવ્યા રાત ઉજાગરા, અડધી રાતે કરી બેઠક

ગરબામાં હાજરી આપ્યા બાદ અમિત શાહની રાત્રે ૧૨ વાગ્યા બાદ બેઠક, પીએમ સાથે ગુજરાતના નેતાઓની બેઠક બાદ અમિત શાહની મોડી રાત સુધી ચાલી બેઠકો. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર

  • નવરાત્રીના પ્રથમ દિવસે ગરબાના કાર્યક્રમો બાદ અમિત શાહની બેઠક
  • પાર્ટીના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને લઈને કલાકો સુધી ચર્ચા થઈ
  • ભૂપેન્દ્ર સરકાર અને સંગઠનમાં ફેરબદલ-વિસ્તરણ બાકી હોવાની અટકળો

Trending Photos

નવાજૂની થશે! સીએમ, પાટીલ સહિત ગુજરાતના નેતાઓને કરાવ્યા અમિત શાહે કરાવ્યા રાત ઉજાગરા, અડધી રાતે કરી બેઠક

હિતેન વિઠલાણી, અમદાવાદ: ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોડી રાત્રે હાઈ લેવલ બેઠક લીધી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. મોડી રાતની આ બેઠક લાંબા સમય સુધી ચાલી હતી. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં સરકાર અને સંગઠનમાં ફેરફારને લઈને લોકસભા ચૂંટણી મુદ્દે ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારત-પાકિસ્તાન મેચ પહેલા 13 ઓક્ટોબરની રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. અને તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ગુજરાતના નેતાઓ સાથે બેઠક પણ યોજાઈ હતી. પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષના I.N.D.I.A એલાયન્સને શૂન્યથી રોકવા માટે કોઈપણ ભોગે તમામ 26 બેઠકો જીતવા માંગે છે. આવી સ્થિતિમાં પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા જે નેતાઓને લોકસભા ચૂંટણી લડાવવા માંગે છે તેમને સક્રિય કરવા માંગે છે.

ગાંધીનગરના એક બંગલામાં અમિત શાહની આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર ની ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની સાથે સંગઠનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. વર્તમાન કેબિનેટના કેટલાક મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફારની અટકળોની સાથે સંગઠનને લઈને એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ટીમમાં મહાસચિવોની જાહેરાત થઈ શકે છે. ભાર્ગવ ભટ્ટની વિદાય અને પ્રદીપસિંહ જાડેજાના રાજીનામા બાદ બે મહામંત્રીની જગ્યાઓ ખાલી પડી છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાર્ટી 2024ની ચૂંટણી સુધી રાજ્યની કમાન સીઆર પાટીલના હાથમાં જ રાખશે.

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપે ગુજરાતમાં કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી હતી. પાર્ટીએ 2014 અને 2019માં તમામ 26 લોકસભા બેઠકો કબજે કરી હતી. પાર્ટી કોઈપણ ભોગે 2024ની ચૂંટણીમાં ક્લીન સ્વીપની હેટ્રિક ને બરકરાર રાખવા માંગે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપ અને સરકારમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. એવામાં દિલ્હી માં પીએમ આવાસ માં બંધ બારણે યોજાયેલ બેઠક ના બેજ દિવસ માં રાત્રે ૧૨ થી વહેલી સવાર સુધી ગૃહ મંત્રી અમિત શાહ ની અધ્યક્ષતા માં યોજાયેલ બેઠક એ તમામ અટકળો ને તેજ કરી છે હવે જોવાનું રહેશે કે અટકળો માત્ર અટકળો જ બની રહે છે કે ગુજરાત ના રાજકારણ માં કંઇક નવું જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news