Devi Lakshmi: તમારા ઘરમાં થાય છે આ કામ, તો નહીં ટકે લક્ષ્મી, જાણો કારણ

Maa Lakshmi At Home: દેવી લક્ષ્મી તે લોકોના ઘરે વસે છે જ્યાં લોકો દરરોજ સુર્યોદય પહેલાં પથારીનો ત્યાગ કરી દે. રાત્રે સુતા સમયે દહીંનું સેવન ન કરે. સવારે સવારે ઘી અને પવિત્ર વસ્તુઓના દર્શન કરે. દિવસ દરમિયાન ક્યારેય ન સુવે. આ બાબતોનું ધ્યાન રાખનારા લોકોના ઘરે લક્ષ્મીનો વાસ થાય છે. 

Devi Lakshmi: તમારા ઘરમાં થાય છે આ કામ, તો નહીં ટકે લક્ષ્મી, જાણો કારણ

Godess Laxmi: આપણે સૌને હંમેશા ધનની કામના રહે છે. તેની સાથે આપણે એવું પણ ઈચ્છીએ છીએ કે, ક્યારેય પણ આપણા ઘરમાં ધનની કમી ન થાય. ઘરમાં ધનની કમીનો મતલબ છે કે, દેવી લક્ષ્મી ઘરથી રિસાઈ ગઈ છે. જેના ઘરમાંથી દેવી લક્ષ્મી જતી રહે છે ત્યાં ધન જ નહીં પણ સુખ-શાંતિનો પણ અભાવ હોય છે. દેવી લક્ષ્મીને રહેવા માટે અમુક ખાસ સ્થાન પસંદ હોય છે. તે એ ઘરમાં બિલકુલ નથી વસતી જ્યાં અનીતિ અને અનાચાર હોય છે. જાણો ક્યાંક તમારા ઘરમાં પણ એવું કંઈ નથી થઈ રહ્યું ને જેનાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય.

દેવી લક્ષ્મી તે લોકોના ઘરે વસે છે જ્યાં લોકો દરરોજ સુર્યોદય પહેલાં પથારીનો ત્યાગ કરી દે. રાત્રે સુતા સમયે દહીંનું સેવન ન કરે. સવારે સવારે ઘી અને પવિત્ર વસ્તુઓના દર્શન કરે. દિવસ દરમિયાન ક્યારેય ન સુવે. આ બાબતોનું ધ્યાન રાખનારા લોકોના ઘરે લક્ષ્મીનો વાસ થાય છે. 

આ લોકોના ઘરે નથી વસતી માતાઃ
આ સાથે જે પુરુષો પરોપકારી, બુદ્ધિમાન ભક્ત, સત્યવાદી હોય છે, તેમના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. જેઓ આવા કર્મો નથી કરતા દેવી ત્યાં નથી વસતા. જેઓ ધર્મ પાળતા નથી, જેઓ પિતૃઓને યજ્ઞ નથી કરતા, જેઓ દાન નથી કરતા ત્યા દેવી વાસ નથી કરતી. મહાલક્ષ્મીએ મહાભારતમાં કહ્યું છે કે જ્યાં મૂર્ખનું સન્માન કરવામાં આવે છે. તે ત્યાં તેઓ વાસ નથી કરતાં. તે હંમેશા ધર્મશીલ પુરુષોના દેશ, શહેર અને ઘરે નિવાસ કરે છે. લક્ષ્મી એ લોકો પર જ પોતાના આશીર્વાદ વરસાવે છે જે યુદ્ધમાં પીઠ બતાવીને ભાગતા નથી. બહાદુર લોકો પર લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.

અપવિત્ર રસોડાવાળા ઘરોમાં નથી રહેતી માતાઃ
જે ઘરોમાં રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. જ્યાં જૂઠા હાથથી જ ઘીનો સ્પર્શ કરવામાં આવે છે. માતા ત્યાં રહેતી નથી. લક્ષ્મીજીએ જણાવ્યું કે, જે ઘરોમાં લોકો તેમના વડીલો પર નોકર પર રાજ કરે છે. તે ઘરમાં મા લક્ષ્મી વાસ નથી કરતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news