દિલ્હી MCD બની જંગનું મેદાન, ભાજપ-આપ આમને-સામને, કોર્પોરેટરોને લાતો મારી, જુઓ વીડિયો

દિલ્હી એમસીડી ફરી મારપીટનો અખાડો બની ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને મતદાન હતું, પરંતુ બબાલ એવી શરૂ થઈ કે ભાજપ અને આપના કોર્પોરેટરો વચ્ચે મારપીટ થવા લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

દિલ્હી MCD બની જંગનું મેદાન, ભાજપ-આપ આમને-સામને, કોર્પોરેટરોને લાતો મારી, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ MCD Standing Committee Members Election: દિલ્હી એમસીડી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં મત ગણતરી દરમિયાન ફરી હંગામો જોવા મળ્યો છે. આ દરમિયાન ભાજપ અને આપના કોર્પોરેટરો વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી હતી. મારપીટમાં આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરની તબીયત બગડી ગઈ હતી. આ દરમિયાન તેના કપડા પણ ફાડી નાખ્યા. ત્યારબાદ ગૃહમાં બીજા કોર્પોરેટરોએ તેની મદદ કરી અને પેપર દ્વારા હવા આપી હતી. આ વચ્ચે ભારતે કહ્યું કે તે આ મામલાને લઈને કોર્ટમાં જશે. 

વાસ્તવમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીના પરિણામોને લઈને મેયર અને કોર્પોરેશન સેક્રેટરી સામસામે આવી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મેયર શૈલી ઓબેરોયે સ્ટેન્ડિંગ કમિટીના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ યાદીમાં સહી કરવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્પોરેશન સેક્રેટરીએ મેયરના પુન:ગણતરીના નિર્ણય પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. મેયર અને કોર્પોરેશન સેક્રેટરી વચ્ચે થયેલી ઉગ્ર વાતચીતની તસવીરો પણ કેમેરામાં કેદ થઈ છે. આ પછી ભારે હોબાળો થયો હતો. આ સાથે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મારામારી થઈ હતી.

— ANI (@ANI) February 24, 2023

ભાજપના કોર્પોરેટર રવિ નેગીએ કહ્યું- અમને જણાવ્યા વગર રિકાઉન્ટિંગ થઈ રહ્યું છે. ચૂંટણી પંચના સભ્યોએ આવીને જાહેર કર્યું કે 3 સભ્યો અમારા માટે અને 3 તેમના માટે જીત્યા છે, પરંતુ તેઓએ ચૂંટણી પંચનો નિર્ણય ન માન્યો અને અમારા કોર્પોરેટરો સાથે લડાઈ શરૂ કરી દીધી." મીનાક્ષી શર્મા, અનારકલી વોર્ડ 208ના ભાજપના કોર્પોરેટર, તેમણે કહ્યું હતું કે, "સામાન્ય માણસને જૂઠું બોલનાર મેયરે રાજીનામું આપવું જોઈએ. અહીં પક્ષપાત ચાલી રહ્યો છે. અમારા 3 સભ્યો અને તેમના 3 સભ્યો જીત્યા છે, જ્યારે પરિણામ આવી ગયું છે તો તે તેની જાહેરાત કેમ નથી કરતી. 

ભાજપ નેતા હરીશ ખુરાનાએ આમ આદમી પાર્ટી પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું- મેયર અને આપની ગુંડાગીરી ફરી સામે આવી. જ્યારે ઇલેક્શન કમીશનની ટીમે રિપોર્ટ આપ્યો કે 3 ભાજપ અને 3 આપના ઉમેદવાર ચૂંટણી જીત્યા છે, પરંતુ મેયરે બીજીવાર ગણતરી કરવાનો ઓર્ડર પાસ કર્યો અને એક મત અમાન્ય ગણાવ્યો. આ બધુ અરવિંદ કેજરીવાલના ઈશારે થઈ રહ્યું છે. 

— ANI (@ANI) February 24, 2023

આ પહેલા આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે, "દિલ્હીમાં બીજેપી તૂટી રહી છે. AAPને 138 વોટ મળ્યા છે. ભાજપના 5 કાઉન્સિલરોએ AAPની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે. તેથી સ્પષ્ટ છે કે ભાજપના કેટલાક નેતાઓ કેજરીવાલની રાજનીતિથી ખુશ છે." ઉલ્લેખનીય છે કે, AAP કાઉન્સિલર પવન સેહરાવતે શુક્રવારે સવારે ભાજપમાં જોડાઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news