ફ્લિપકાર્ટનો મોટો નિર્ણય, 4500 સિનિયર કર્મચારીઓને કોઈ ઈન્ક્રીમેન્ટ મળ્યું નહીં, જાણો શું છે કારણ?

ફ્લિપકાર્ટ કંપનીએ પોતાના 30 ટકા સિનિયર કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કર્યો નથી. જાણો કંપનીએ આ નિર્ણયની પાછળ શું કારણ જણાવ્યું છે.
 

ફ્લિપકાર્ટનો મોટો નિર્ણય, 4500 સિનિયર કર્મચારીઓને કોઈ ઈન્ક્રીમેન્ટ મળ્યું નહીં, જાણો શું છે કારણ?

નવી દિલ્હીઃ Flipkart Employees Salary: દેશના ઈ-કોમર્સ સેક્ટરની કંપની ફ્લિપકાર્ટ સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફ્લિપકાર્ટ કંપનીએ ટોપ લેવલના 30 ટકા કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. એટલે કંપનીના બીજા 70 ટકા કર્મચારીઓના પગારમાં વધારો થયો છે. કંપનીએ આ નિર્ણય હાલની સ્થિતિને જોતાં લીધો છે. હાલમાં દુનિયાભરમાં ટેક કંપનીઓમાં છંટણીનો દોર ચાલી રહ્યો છે. જાણો ઈ-કોમર્સ કંપનીએ પોતાના આ નિર્ણય પાછળ શું કારણ બતાવ્યું છે.

4500 કર્મચારી થઈ રહ્યા છે પ્રભાવિત:
ETના જણાવ્યા પ્રમાણે કંપનીના આ નિર્ણયથી લગભગ 4500 કર્મચારીઓ પર અસર પડવાની છે. કર્મચારીઓને મોકલવામાં આવેલ એક ઈ-મેલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ ઈ-મેલમાં ફ્લિપકાર્ટે જાણકારી આપી છે કે આ વર્ષે સિનિયર કર્મચારી જે ગ્રેડ 10 અને તેનાથી ઉપરના સ્તરે કામ કરી રહ્યા છે. તેમને કોઈ વધારો મળશે નહીં. ગ્રેડ 10 અને તેનાથી ઉપર મેનેજર અને વાઈસ પ્રેસિડેન્ટ જેવા પદ પર કામ કરનારા લોકોનો સમાવેશ થાય છે. આ નિર્ણય ફ્લિપકાર્ટે જાન્યુઆરી-ડિસેમ્બર 2022ના પ્રદર્શનને જોતાં લીધો છે.

કંપનીએ શું કહ્યું:
ફ્લિપકાર્ટના ચીફ પીપલ ઓફિસર કૃષ્ણા રાઘવને એક ઈ-મેલમાં કર્મચારીઓને આ અંગે સૂચિત કર્યા છે. કંપનીએ કહ્યું કે હાલની વ્યાપક સ્થિતિને જોતાં અમે દરેક કર્મચારીઓના હિતોને ધ્યામાં રાખીને પોતાના સંસાધોનીના મેનેજમેન્ટમાં વિવેકપૂર્ણ રાખવા માગે છે. અમારા લગભગ 70 ટકા કર્મચારીને તેમના વળતરમાં વધારો મળતો રહેશે. એટલે દરેક કર્મમચારી-કેન્દ્રિત નીતિઓ, કૌશલ અને પ્રશિક્ષણ કાર્યક્રમો, ઈએસઓપી અને મેડિકલ વીમા સહિત અન્ય પ્રકારના ફાયદા બધા કર્મચારીઓને મળતા રહેશે.

કર્મચારીઓને મળશે બોનસ:
વોલ માર્ટની માલિકીની આ કંપનીએ એ પણ કહ્યું કે કર્મચારીઓ માટે બોનસની ચૂકવણી થશે. એટલે આ સિનિયર કર્મચારીઓને થોડી રાહત આપી છે. ઉલ્લેખનીય છેકે કંપનીનું વાર્ષિક એસેસમેન્ટ હવે પૂરું થઈ ગયું છે અને પગાર વધારો 1 એપ્રિલ 2023થી શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવી રીતે થઈ કંપનીની શરૂઆત:
ફ્લિપકાર્ટ ભારતમા આવેલી ઈ-કોમર્સ સેક્ટરની કંપની છે. તેનું મુખ્યાલય બેંગાલુરુમાં આવેલું છે. આ કંપનીની શરૂઆત વર્ષ 2007માં સચિન બંસલ અને બિની બંસલે એક ઓનલાઈન સ્ટોર તરીકે કરી હતી. જેમાં મૂળ રીતે પુસ્તક વેચવામાં આવતી હતી. તેના પછી આ સ્ટોર પર અન્ય અનેક પ્રકારની વસ્તુઓ વેચાવા લાગી અને આજે તે દેશની મોટી ઈ-કોમર્સ કંપની બની ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news