મંગળવારે ભગવાન હનુમાનના આ 12 નામનો કરો જાપ, થશે આ લાભ

મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી તમારી દરેક  મનોકામના પૂર્ણ થશે. આ દિવસે હનુમાનજી નું નામ લેવાથી તમારા બગડેલા કામ થશે પૂર્ણ.

મંગળવારે ભગવાન હનુમાનના આ 12 નામનો કરો જાપ, થશે આ લાભ

ઝી બ્યૂરો: મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી પાપ અને દોષો નજીક પણ આવશે નહીં. અને ઘરમાં સુખ -શાંતિ રહે છે.
 
બજરંગબલી ના 12 નામો નો જાપ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે
બજરંગબલી ના 12 નામો નો જાપ કરવાથી લોક અને પરલોક બંનેમાં તમને સફળતા મળશે. વ્યક્તિના તમામ કામો સરળતાથી થશે. તમારા અટવાયેલા કામ પૂરું થશે

મંગળવારના દિવસે કરો 12 નામનો કરો જાપ
હનુમાનજીના 12 નામ માં અમિત વિક્રમ, ઉદધિક્રમણ, સીતા શોક વિનાશન , લક્ષ્મણપ્રાણદાતા, દશગ્રીવ દર્પણા, પિંગાક્ષ, ફાલ્ગુન સખા, રામેષ્ટ, વાયુપુત્ર, મહાબલી, અંજનીસુત . માનવામાં આવે છે મંગળવારના દિવસે 12 નામનું સંસ્મરણ કરો. આ 12 નામો નો જાપ કરવાથી હનુમાનજી થશે પ્રસન્ન. ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે.

શૈતાની શક્તિઓથી બચાવશે
શાસ્ત્રોના અનુસાર  બજરંગબલી ના વિવિધ નામો નો જાપ કરવાથી તેઓ પોતાના ભક્તો હંમેશા નકારાત્મક શક્તિઓ થી બચાવે છે. એવુ માનવામાં આવે છે કે કોઈ પણ ભક્ત  મંગળવારે ભોજપત્ર પર લાલ રંગની પેનથી હનુમાનજીના 12 નામ લખીને માળા બનાવીને ગળામાં પહેરે તો તેને ક્યારેય પણ માનસિક તણાવ લાગતો નથી.

જાપને સમયસર કરવાથી થશે લાભ
શાસ્ત્રો અનુસાર અલગ અલગ સમયે હનુમાનજીના 12 નામ નો જાપ કરવાથી અલગ અલગ લાભ થશે. સાંજે જાપ કરવાથી પરિવારની આર્થિક સંકડામણ દૂર થાય છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news