Earthquake: કચ્છમાં એકબાદ એક ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા, લોકો ભયભીત થયા

કચ્છ (Kutch) ની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં 2.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો હતો. જો કે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં એકબાદ એક ભૂંકપના પાંચ આંચકા આવી ગયા છે

Earthquake: કચ્છમાં એકબાદ એક ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા, લોકો ભયભીત થયા

રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: કચ્છ (Kutch) ની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં 2.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો હતો. જો કે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં એકબાદ એક ભૂંકપના પાંચ આંચકા આવી ગયા છે. ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા.

કચ્છમાં આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયા છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા છે. રિકટર સ્કેલ પર 2.1 થી 3.5ની તીવ્રતાના આંચકા નોંધાયા છે. આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉ, દુધઈ અને કંડલા વિસ્તારોમાં નોંધાયું છે. ગઈ કાલે રાત્રે 11:07 વાગ્યે 3.5 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રીના 1:41 વાગ્યે 2.4 ની તીવ્રતા આંચકો આવ્યો હતો. જો કે, ત્યારબાદ મોડી રાત્રે 1:57 વાગ્યે 2.4 ની તીવ્રતાનો ફરી એક આંચકો અનુભવાયો હતો. ત્યારે વહેલી સવારના 7:04 વાગ્યે 2.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જે બાદ સવારના 7.30 વાગ્યે 2.4 ની તીવ્રતાનો વધુ એક આંચકો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5 માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news