Chanakya Niti: આ છે દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ! મહત્વ સમજી જશો તો સફળતા તમારા પગ ચૂમશે

Chanakya Niti Shastra: આચાર્ય ચાણક્યએ પોતાની ચાણક્ય નીતિમાં ઘણી એવી વાતો જણાવે છે જે મનુષ્યને સફળતા અપાવી શકે છે. આવો સફળતાના આ મંત્ર વિશે માહિતી મેળવીએ. 

Chanakya Niti: આ છે દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ! મહત્વ સમજી જશો તો સફળતા તમારા પગ ચૂમશે

નવી દિલ્હીઃ Chanakya Niti For Success: આચાર્ય ચાણક્યની નીતિઓ ખુબ ઉપયોગી છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ ચાણક્ય નીતિ (Chanakya Niti) માં જણાવવામાં આવેલી વાતોને માને છે તો સફળતા જરૂર હાસિલ કરે છે. આચાર્ય ચાણક્યની નીતિઓને અનુસરીને ચંદ્રગુપ્ત મૌર્ય જેવો સામાન્ય બાળક મગધનો સમ્રાટ બન્યો. તેણે ઘમંડી અને શક્તિશાળી સમ્રાટ ધનાનંદને હરાવ્યો હતો. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ જીવન સાથે જોડાયેલા ઘણા પાસાઓનો ઉલ્લેખ કર્યો છે, જેને દરેક મનુષ્ય પોતાના જીવનમાં લાગુ કરી શકે છે. આચાર્ય ચાણક્યએ સમયને સૌથી શક્તિશાળી ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ સમયનું મહત્વ સમજે છે, સફળતા તેના પગને ચૂમી લે છે.

દુનિયામાં સૌથી શક્તિશાળી શું છે?
આચાર્ય ચાણક્યએ કહ્યુ કે સફળતા હાસિલ કરવા માટે દુનિયાની સૌથી તાકાતવાર વસ્તુ સમયનું મહત્વ સમજવુ ખુબ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ સમય વિશે સમજી લે છે તો દુખ તેની આસપાસ પણ આવશે નહીં. જો તે ક્યારેય મુશ્કેલીમાં ફસાસે તો જલદી બહાર નિકળી જશે. 

અમીર અને ગરીબ વચ્ચેનો ભેદ નથી રાખતો
ચાણક્ય નીતિ લખનાર આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે સમય એક એવી વસ્તુ છે જે ધનીક-ગરીબી અને જાતિ વગેરેનો ભેદ નથી રાખતો. સમય કોઈ માટે અટકતો નથી. સમય દરેક મનુષ્ય માટે સમાન હોય છે. તે જરાય પક્ષપાત કરતો નથી.

ભાગ્ય બદલાતા વાર નથી લાગતી
આચાર્ય ચાણક્યએ કહ્યુ કે જે વ્યક્તિ સમયનું મહત્વ સમજી લે છે તેનું ભાગ્ય બદલાતા વાર લાગતી નથી. જે વ્યક્તિ સમયનું મહત્વ સમજે છે તે સમય પર યોગ્ય નિર્ણય લે છે. પોતાના જીવનના લક્ષ્યો મેળવવા માટે સમયનું મહત્વ સમજવું ખુબ જરૂરી છે. જે પણ વ્યક્તિ સમયના મહત્વને સમજતો નથી તે જીવનમાં ઘણો પાછળ રહી જાય છે. 

તેમણે કહ્યું કે સમયનું મહત્વ સમજનાર વ્યક્તિ પર ધનની દેવી માં લક્ષ્મીની કૃપા બનેલી રહે છે. તે વ્યક્તિ સમય પર પોતાના કામ પૂરા કરે છે. તે ક્યારેય સમયને બરબાદ કરતો નથી. 

(Disclaimer: આ સ્ટોરી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news