સનાતન ધર્મ બચાવવા સંતોએ કમર કસી : ભગવો સસ્તો થયો છે, કોઈ પણ પહેરે છે.. અંદરોઅંદર લડીશું તો વિધર્મીઓ સામે કોણ લડશે

Sant Sabha : અંદરો અંદર જ લડીશું તો વિધર્મીઓ સામે કોણ લડશે... ગાંધીનગરમાં ભરાયેલી સંતસભામાં જગદગુરુ શંકરાચાર્યએ કહ્યું, સનાતન ધર્મ એ જ સાચો ધર્મ છે, આપણે એક થઈને લડવું પડશે 

સનાતન ધર્મ બચાવવા સંતોએ કમર કસી : ભગવો સસ્તો થયો છે, કોઈ પણ પહેરે છે.. અંદરોઅંદર લડીશું તો વિધર્મીઓ સામે કોણ લડશે

Gandhinagar News : જૂનાગઢમાં જૈન સંપ્રદાય દ્વારા કરેલ દત્ત શિખર પર કરાયેલી તોડફોડ બાદ આંતક મચાવી હોબાળો કરાયો હતો. જે સંદર્ભે ભારતભરના સંતો મહંતોનું ભારતી આશ્રમ ખાતે સંમેલન યોજાયું હતું. આ બાબતે મંદિરના ટ્રસ્ટી અને સાધુ સંતો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદના આધારે કોઈ પગલાં ન લેવાતાં સંતો મહંતો ઉગ્ર બન્યા હતા. ત્યારે ગાંધીનગરમાં ભરાયેલી સંતસભામાં સંતોએ શાબ્દિક બાણ ચલાવ્યા હતા. હરિહરાનંદ બાપુએ કહ્યું કે, ગિરનારની ઓળખ સનાતનીઓથી છે એવી ઓળખ હવે વિધર્મીઓને કરાવવી પડશે. તો ગાંધીનગરમાં સંત સંમેલનમાં રાજરાજેશ્વર મહારાજે મોટું નિવેદન આપતા કહ્યું કે, આજે ધર્મ કે સંત કોઈ સુરક્ષિત નથી. મંદિર કે મઠ પણ સુરક્ષી નથી રહ્યા. ભગવો સસ્તો થઈ ગયો છે, કોઈ પણ પહેરે છે. જુનાગઢ પર્વત પર હુમલો થયો તો માત્ર ચર્ચા થઈ. તો બનાસકાંઠાના નિજાનંદ બાપુએ કહ્યુ કે, હાલ સનાતની નબળા પડી રહ્યા છે. વિધર્મી કોઈ પણ મહોલ્લામાં બિન્દાસ ફરે છે. જુહાપુરામાં લમણા ઢાંકીને આપણે નીકળવું પડે છે. આપણે અસ્તિત્વની લડાઈ લડવાની છે, ભાષણો નથી કરવાના. 

શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે કહ્યું કે, સનાતન ધર્મ સંસ્કૃતિ સંરક્ષણ ટ્રસ્ટની આજે રચના થઈ છે. ધર્મની રક્ષા આપણે જ કરીએ છીએ કે ધર્મ આપણી રક્ષા કરે છે. જે ભગવાનની આપણે આરાધના કરીએ તેના પર આક્ષેપ થાય તે યોગ્ય નથી. જેના માટે જ આ સમિતિની રચના કરવામાં આવી છે. આપણા અંદરો અંદરના ઝગડાઓના કારણે અન્યોને મોકો મળે છે. આપણે જ કંઈક અંશે ધર્મનું પાલન નથી કરતા, જેના કારણે પણ અન્ય લોકોને બોલવાનો મોકો મળે છે. કોને ભગવાન માનવા તે માટે પ્રમાણ જરૂરી છે. અને તે પ્રમાણ વેદો છે. વધારે રૂપિયા હોય મોટા મોટા નિર્માણ કરવામાં આવે મોટા નિર્માણથી પણ કંઇ થવાનું નથી. અમે તમારા ભગવાનને ભગવાન નથી માનતા અમે અમારા ભગવાનને જ ભગવાન માનીએ છીએ. અંદરો અંદર જ યુદ્ધ કરીશું તો વિધર્મીઓ સામે કોણ લડશે, ગૌ રાક્ષકો સામે કોણ લડશે. સનાતન ધર્મ એ જ સાચો ધર્મ છે.બાકી લોકોએ ધર્મમાં ભેળસેળ કરી છે. 

ગાંધીનગરના સંત સંમેલનમાં ભરૂચના રાજરાજેશ્વર મહારાજનું મોટું નિવેદન આપતા કહ્યું કે, આજે ધર્મ કે સંત કોઈ સુરક્ષિત નથી. મંદિર કે મઠ પણ સુરક્ષિત નથી. જે સંત વિચરણ કરે છે તેના પર અંગુલી નિર્દેશ કરે છે. આજે ભગાવો સાવ સસ્તો થઈ ગયો છે, કોઈપણ પહેરે છે. 13 અખાડા પૈકી એક અખાડો બ્રહ્મચારી છે. એક અખાડા વિરૂદ્ધ વિશે કોઈ બોલે તો અન્ય ચૂપ રહે છે. જૂનાગઢ પર્વત પર હુમલો થયો તો માત્ર ચર્ચા જ થઈ છે. ભગવા પહેરવાથી કે તિલક કરવાથી કોઈ સાધુ મહાત્મા નથી થતાં. શંકરાચાર્યનું પદ સર્વોચ્ચ પદ માનવામાં આવતું હતું. હવે આખડાઓ અલગ થયા અને તેની પરંપરા અલગ થઈ ગઈ છે. 

તો સંત સંમેલનમાં હિંમતનગરના નીંબાર્ક આશ્રમના ડો. ગૌરાંગ શરણજીએ કહ્યું કે, આ દેશ કેટલો શૌર્યવાન હતો. દેશને બચવું હશે તો શંકરાચાર્ય અને સંતોના ચરણોમાં આવવું પડશે. આપણા દેશમાં વૈદિક પૂજા થાય છે, પરંતુ કેટલાક મૂર્ખ લોકો અવૈદિક પૂજા કરવા લાગ્યા છે. 

આ પ્રસંગે બનાસકાંઠાના નિજાનંદ બાપુએ કહ્યું કે, સનાતની હાલ નબળો પડ્યો છે. વિધર્મી કોઈપણ મહોલ્લામાં બિન્દાસ નીકળે છે. જુહાપુરામાં આપને લમણા ઢાંકીને નીકળવું પડે છે. આપણે આસ્તિત્વની લડાઈ લડવાની છે, ભાષણોની નહિ. આ લડાઇ અસ્તિત્વની લડાઈ નથી. હજુ આપણે ભાષણો કરીએ છીએ એટલે આપણામાં હજુ કઈક ખૂટે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news