અંબાજી જનારા માઈભક્તો આ વાંચી લેજો! ચૈત્રી નવરાત્રીમાં આરતી-દર્શનનો સમય બદલાયો

Ambaji Temple : આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો થશે પ્રારંભ... યાત્રાધામ અંબાજીમાં હજારો ભક્તો આવશે દર્શને... આવતીકાલના દર્શન-આરતીના સમયમાં ફેરફાર...સવારે સાડા 7થી સાડા 11 સુધી દર્શન કરશે ભક્તો

અંબાજી જનારા માઈભક્તો આ વાંચી લેજો! ચૈત્રી નવરાત્રીમાં આરતી-દર્શનનો સમય બદલાયો

Chaitra Navratri 2024 : વર્ષ 2024માં 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ઘણું મહત્વ છે. ત્યારે આવતીકાલથી અંબાજી મંદિરમા ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ કરાશે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીને લઈને દર્શનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાદ્યાએ જણાવ્યું કે, અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીએ આવતા આવતા હજ્જારો દર્શનાર્થીઓને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીથી દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી ચૈત્રી નવરાત્રીએ અંબાજીએ આવતા ભાવિક ભક્તોએ આ બાબતની ખાસ નોંધ લેવી. 

  • સવારે આરતીઃ- 07.00 થી 07.30
  • ઘટ સ્થાપન સવારે - 9.15 થી 9.45
  • સવારે દર્શનઃ- 07.30 થી 11.30
  • બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી
  • સાંજ ની આરતીઃ- 19.00 થી 19.30
  • જ્યારે સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રી નાં 21.00 સુધી ખુલ્લા રહેશે

ચૈત્ર સુદ આઠમ તારીખ 16 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે 
ચૈત્રી પુનમ તારીખ 23 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે

વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રીનું મહત્વ હોય છે. વસંતીય ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજી મંદિરમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. લોકો પણ માતાજીનાં દર્શને ખાસ પધારી આરતીનો લ્હાવો લેતા હોય છે. 

ચૈત્રી નવરાત્રિએ આ સમયે કરશો ઘટ સ્થાપના
હિન્દુ ધર્મમાં નવરાત્રિના દિવસનું ખૂબ મહત્વ છે. આ નવ દિવસોમાં દેવી ભગવતીની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી મંગળવાર 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. નવરાત્રિમાં કન્યા પૂજન અને હવનનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમીના દિવસોમાં કન્યા પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ ઉપવાસ કન્યા પૂજા વિના પૂર્ણ માનવામાં આવતા નથી. તા. 09/04/2024 મંગળવાર ચૈત્ર માસની નવરાત્રી પ્રારંભ થાય છે. સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ છે પણ બપોરે 2:17 સુધી વૈધુતિ યોગ છે માટે કેટલાક મત મુજબ ઘટ સ્થાપન અભિજિત મુહૂર્તમાં કરવું યોગ્ય ગણાય. ઘટ સ્થાપન સમય: બપોરે 12:20 થી 12:55.

માર્ગદર્શન મુજબ વ્રત આરંભ એકમના દિવસે ઘટ સ્થાપન કરી નવ દિવસ સુધી પૂજા કરાય છે, વ્રત રખાય છે, બ્રહ્મચર્ય અને ઉપવાસ કે એકહાર કરીને એક ચિત્તે ભક્તિ કરવામાં આવે છે, ધટ સ્થાપન ના પણ ગૂઢ રહસ્ય છે તેમનું એક કેટલાક વિદ્વાનો પાસે થી જાણવા મળે છે કે જેમ સૃષ્ટિમાં પંચ તત્વ છે શરીરમાં પંચ ઇન્દ્રિય છે તેમ ધટ સ્થાપનની એક સમજૂતીમાં... ધટ એટલે જમીન તત્વ, દીપ એટલે અગ્નિ તત્વ, શ્રીફળ એટલે જળ તત્વ દિપ માટે સહયોગી હવા એટલે વાયુ તત્વ અને ઉપર ઉર્જા એટલે આકાશ તત્વ, આ પાંચ તત્વ દ્વારા મનુષ્યની પાંચ ઇન્દ્રિયો ને સંતુલિત કરી જીવન ને સુખ, શાંતિ, સંતતિ,સદગતિ અને મોક્ષ પ્રદાન કરવામાં આશીર્વાદ રૂપ બને છે.

નવરાત્રી પૂજન ભક્તિ ખૂબ પ્રભાવશાળી ગણાય છે, માતાજીના આ વિશેષ દિન તરીકેની મહિમા પણ ખૂબ રહેલી છે આ દિવસ દરમિયાન કુટુંબના દેવી એટલે કુળદેવીને પોતાના રિવાજ મુજબ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે જેથી માતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે, કુળની વૃદ્ધિ અને રક્ષા કરે છે, કોઈ પોતાની આરાધ્યદેવી ની વિશેષ પૂજા ભક્તિ કરી પ્રસાદ અર્પણ કરે છે અને તેમની કૃપા મેળવે છે. કેટલાક ભક્તો પોતાના નગરની ( શહેર )  નગરદેવીની પણ ભક્તિ કરી શ્રદ્ધા અર્પણ કરતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news