Relationship tips: પાર્ટનર તમારી પાછળ લટ્ટુ થઈ ફરશે, બસ કરો આ 3 કામ અને જુઓ જાદુ
Relationship tips: જો તમને પણ લાગતું હોય કે તમારો પાર્ટનર હવે તમારા પર ધ્યાન નથી આપતો તો ચિંતા કરવાને બદલે આ કામ કરવાનું શરૂ કરો. આજે તમને કેટલીક બેસ્ટ રિલેશનશિપ ટીપ્સ વિશે જણાવીએ. તમે આ કામ કરવાનું શરૂ કરશો તો તમારો પાર્ટનર તમારી પાછળ લટ્ટુ થઈને ફર્યા કરશે.
Trending Photos
Relationship tips: લગ્નજીવન હોય કે લવ રિલેશનશિપ સંબંધમાં સમય વીતતા વાર નથી લાગતી. શરૂઆતમાં તો દરેક કપલ એકબીજા સાથે ફરે છે વાતો કરે છે અને એકબીજા સાથે સમય પસાર કરે છે. પરંતુ ધીરે-ધીરે મોટાભાગના સંબંધોમાં પાર્ટનર એકબીજાને અટેન્શન આપવાનું ઓછું કરી નાખે છે. આમ થવાનું કારણ ઘણી વખત કામનું અથવા જવાબદારીઓનું ભારણ હોય છે. આ ભારણના કારણે સંબંધો પણ બોરિંગ થવા લાગે છે. જો આવું લાંબા સમય સુધી રહેતો સંબંધમાં સમસ્યા થઈ શકે છે.
જો તમને પણ લાગતું હોય કે તમારો પાર્ટનર હવે તમારા પર ધ્યાન નથી આપતો તો ચિંતા કરવાને બદલે આ કામ કરવાનું શરૂ કરો. આજે તમને કેટલીક બેસ્ટ રિલેશનશિપ ટીપ્સ વિશે જણાવીએ. જેને અપનાવીને તમે સરળતાથી રિલેશનશિપને સુધારી શકો છો. સાથે જ જ્યારે તમે આ કામ કરવાનું શરૂ કરશો તો તમારો પાર્ટનર તમારી પાછળ લટ્ટુ થઈને ફર્યા કરશે. અને સંબંધોમાં પહેલા જેવો જ પ્રેમ અને રોમાન્સ વધી જાશે.
પાર્ટનરનું અટેન્શન મેળવવા કરો આ કામ
ફોનને રાખો દૂર
આજના સમયમાં કપલ એકબીજાની પાસે તો બેઠા હોય છે પરંતુ હાથમાં ફોન લઈને. બંને વિડિયો સ્ક્રોલ કરવામાં કલાકો પસાર કરી નાખે છે. પહેલા જેવો જ પ્રેમ પરત લાવવો હોય તો ફોનનો ઉપયોગ બેડરૂમમાં બંધ કરી દો. સુતા પહેલા ફોનને હાથમાં લેવાને બદલે પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરો. પોતાના પાર્ટનરની સાથે જુના દિવસોને યાદ કરો. આમ કરવાથી એકબીજા પ્રત્યેનો ઇન્ટરેસ્ટ ફરીથી જાગશે.
બંનેને પસંદ હોય તેવી એક્ટિવિટી
રિલેશનશિપમાં પાર્ટનરનું અટેન્શન મેળવવું હોય તો એવા કામ કરો જે બંનેને પસંદ હોય. કોઈ એવી એક્ટિવિટી હોય જે તમે એકબીજાની સાથે કરતા હોય તો તેને કરવાનું શરૂ કરો. તમે સાથે બેસીને વેબ સિરીઝ કે ફિલ્મોની મજા પણ માણી શકો છો. આ કામ કરવાનું શરૂ કરશો તો પણ સંબંધોમાં પહેલા જેવો જ સુધારો જોવા મળશે.
ટ્રીપ પ્લાન કરો
મૂડને ફ્રેશ કરવા માટે અને સ્ટ્રેસ ફ્રી થવા માટે સમયાંતરે ટ્રીપ પ્લાન કરો. તમે તમારા પાર્ટનરનું અટેન્શન મેળવવા માંગો છો તો તેની સાથે રોડ ટ્રીપ, લોંગ ટ્રીપ પ્લાન કરી શકો છો. ખાસ તો આવા બ્રેક ફીમેલ પાર્ટનર માટે જરૂરી હોય છે. જો તમે તમારી પાર્ટનર માટે સરપ્રાઈઝ ટ્રીપ પ્લાન કરશો તો તે પહેલાંની જેમ જ તમને અટેન્શન પણ આપવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે