રાજપૂત ભાઈઓ, કોઈ ના રાજકીય હાથો ના બને! ગુજરાતના એક રાજાએ ક્ષત્રિયોને કરી ટકોર
Parshottam Rupala Row : દાંતા સ્ટેટના રાજવી પરિવારના રિદ્ધિરાજ સિંહે રૂપાલાનું સમર્થન કર્યું... કહ્યું કે હવે આ ઘટનાનો હવે સુખદ અંત આવવો જોઈએ... ક્ષત્રિય સમાજ કોઈ રાજકારણનો હાથો નાં બને
Trending Photos
Rajput Boycott BJP : રાજકોટમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો 350થી વધુ ક્ષત્રિય આગેવાનોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના શપથ લીધા છે. તો બીજી તરફ પરશોત્તમ રૂપાલાના વિરોધની આગ હવે અનશનના માર્ગે નીકળી છે. ટિકિટ રદ કરવાની માગ સાથે રાજકોટના સમાજના પદ્મિનીબા વાળા ઉપવાસ પર બેઠા છે. માંગ નહીં સંતોષાય તો જૌહર કરવાની પણ ચીમકી આપી છે. ત્યારે રજવાડાનાં સમયનાં દાંતા સ્ટેટનાં રાજવી પરિવારનું ફરી એક નિવેદન પુરુષોત્તમ રૂપાલાની પડખે આવ્યું છે.
ભૂલને રાજકીય મુદ્દો ન બનાવો
ગુજરાત ભાજપના જ નહિ પણ રાષ્ટ્રીય કદવાર નેતા પરસોત્તમ રૂપાલ એ ક્ષત્રિય સમાજની નારીઓને લઇ કરાયેલી ટિપ્પણીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિરોધ માત્ર ક્ષત્રિય સમાજના લોકો જ નહિ પણ, આ બાબતને ગુજરાતના રાજવી પરિવાર પણ વખોડી રહ્યાં છે. આવામાં દાંતા સ્ટેજના રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. રાજવી પરિવારના એચએચ રિધિરાજ સિંહે પરસોત્તમ રૂપાલાથી થયેલી ભૂલને હવે રાજકીય મુદ્દો ન બને તેવી તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે.
મારા રાજપૂત ભાઈઓ કોઈ ના રાજકીય હાથો ના બને
દાંતા સ્ટેટના રાજવી પરિવારના ગાદીપતિ રિધિરાજ સિંહે જણાવ્યું હતું કે, આ દેશ ઉપર વર્ષો સુધી અંગ્રેજોએ શાસન કર્યું છે ને રજવાડાઓએ પણ પોતાની રાજાશાહી ચલાવી છે. જો રજવાડાનાં સમયમાં અક્કડ વલણ અપનાવ્યું હોત તો ભારતમાં આજે લોકશાહી નાં હોત. ત્યારે એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલની લાગણીને માન આપી તમામ રજવાડાઓ સરકારને સોંપીને લોકશાહીની સ્થપાના કરી હતી. ત્યારે આજે આ ટિપ્પણીને લઇ લોકશાહી લાંછન રૂપ ન બને, તેમજ કેટલાક રાજકીય પક્ષો પોતાનો મનસૂબો પર ન પાડે તેવી તકેદારી પણ રાજપૂત સમાજ રાખે તેવી અપીલ કરી છે. ટિકિટ આપવી કે નહિ આપવી તે મોભી મંડળનો નિર્ણય છે અને તે નિર્ણય તેઓ જ લઇ શકશે, પણ મારા રાજપૂત ભાઈઓ કોઈ ના રાજકીય હાથો ના બને. આ ઘટનાની અસર હવે રાજ્ય બહાર પણ થવા જઇ રહી છે ત્યારે હવે સુખદ અંત આવવો જોઈએ.
રુપાલાનો વિવાદ ઉકેલવા માટેની બેઠક પહેલા સર્જાયો બીજો વિવાદ? ક્ષત્રિય સમાજની ભાજપ સાથે બેઠક પહેલા જ થયો હંગામો#ParshottamRupala #kshatriya #KshatriyaSamaj #rajkot #controversy #protest #BREAKING #Ahmedabad #bjp #meeting pic.twitter.com/hF9pvNjAs7
— Zee 24 Kalak (@Zee24Kalak) April 3, 2024
રાજપૂતોને સામે પડ્યા પાટીદારો
રૂપાલાને હટાવવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. કોઈપણ કિંમતે રૂપાલાને માફ કરવા ક્ષત્રિયો તૈયાર નથી. બસ એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરો. તો બીજી તરફ, પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધની આગ ઠારવા હવે ખુદ પાટીદારો મેદાને ઉતર્યા છે. બે-બે વાર માફી માંગવા છતાં આટલો વિરોધ યોગ્ય નથી તેવી પાટીદારોએ સોશિયલ મીડિયા અનેક પોસ્ટ કરીને આરપારની જંગ શરૂ કરી.
હવે અન્ય રાજ્યોમાં રાજપૂતોનો વિરોધ
પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં ગોતા રાજપુત ભવન ખાતે મળેલ મિટિંગમાં સમાધાન ન આવતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ આવ્યા છે. મોડી રાત સુધી ક્ષત્રિય સમાજની મિટીંગો ચાલી હતી. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ક્ષત્રિય સમાજ દરેક રાજ્યમાં ક્ષત્રિય સંગઠનો સાથે મુલાકાત કરશે. રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં ક્ષત્રિયો સંગઠનો ને જોડવામાં આવશે. ક્ષત્રિય સમાજ દ્વારા અનેક રાજ્યોમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લગાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે