ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે આજનો દિવસ ખાસ, જાણો અપડેટ
Gujarat Police Recruitment : શું તમે પણ ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગો છો? શું તમે પણ ગુજરાત પોલીસમાં સરકારમાં નોકરી મેળવવા માંગો છો? તો રાહ છેની જોઈ રહ્યાં છો આજે જ અરજી કરો, જાણો વિગતવાર માહિતી.
Trending Photos
Gujarat Police Recruitment : પોલીસની ભરતીમાં જવા માંગતા યુવાનો માટે આજનો દિવસ ખુબ મહત્ત્વનો છે. કારણકે, આજથી પોલીસની ભરતી માટેની ઓનલાઈન અરજીની શરૂઆત થઈ ચુકી છે. આ અરજી અનેક પરીવારો માટે બનશે ઉમ્મિદનું કિરણ. તમે પણ રાહ છેની જોઈ રહ્યાં છો, જો તમે પણ ગુજરાત સરકારના મહત્ત્વના વિભાગમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો આજે જ અરજી કરો. ગુજરાત પોલીસમાં 12,000થી વધુ જગ્યા પર આજથી ફોર્મ ભરવાના શરુ, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સહિતની વિગતો...
આજથી ફોર્મ ભરવાની શરૂઆતઃ
ગુજરાત પોલીસમાં 12,000થી વધુ જગ્યા પર આજથી ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે. ગુજરાત પોલીસ વિભાગમાં PSI, લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કોસ્ટેબલ, હથિયારધારી પોલીસ કોસ્ટેબલ અને જેલ સિપાહી માટેની 12 હજાર 472 જગ્યાઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ તરફથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો ફોર્મ આજથી 30 એપ્રિલ સુધી OJAS વેબસાઇટ પર ભરી શકશે.
કેટલી હશે પરીક્ષાની ફી?
પરીક્ષા ફીની વાત કરવામા આવે તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ તમામ ટ્રેડર માટે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે એસ સી એસ. ટી, EWS, માજી સૈનિક કેટેગરી સહિતના ઉમેદવારોને ફી ભરવામાંથી રાહત આપવામા આવી છે. આ ફી ઉમેદવારોને ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 7 મેના છે.
ભરતી માટે શું હશે લાયકાત?
પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIથી લઈને જેલ સિપાઈ સુધીના વર્ગ 3ની ભરતી માટે અલગ- અલગ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. જે મુજબ PSI માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. આ સાથે લઘુતમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષની વયમર્યાદા હોવી જોઈએ.
કેવી રીતે લેવાશે પરીક્ષા?
PSI કક્ષામાં ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. જ્યારે લોકરક્ષકમાં ફિઝિકલ ટેસ્ટ અને MCQ પરીક્ષા લેવામાં આવશે. PSI કક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના કૌશલ્યના પેપર પુછાશે. જો કોઈ ઉમેદવારને મુશ્કેલી હોય તો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ટોલ ફી નંબર 1800 233 5500 ઉપર રવિવાર અને જાહેર રજાના દિવસ સિવાય સવારના 10.30 થી 6 વાગ્યા સુધી પૂછપરછ કરી શકાશે.
કઈ કેટેગરીની કેટલી જગ્યા ભરાશે?
બિન હથિયારી પીએસઆઈ (પુરુષ) – 316
બિન હથિયારી પીએસઆઈ (મહિલા)- 156
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)- 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)- 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)- 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) – 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) (પુરુષ)-1000
જેલ સીપોઈ (પુરુષ)- 1013
જેલ સિપાઈ (મહિલા)- 85
લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાઈ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ તેમજ લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની વયમર્યાદા હોવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે