Couple Life: પાર્ટનરને પોતાની સેક્સુઅલ ફેન્ટસી વિશે જણાવતા થાય છે સંકોચ? તો આ રીતે બોલ્યા વિના કહી શકો છો બધું જ...
Relationship Tips: કપલ રિલેશનશિપને લઈને તો હવે મુક્તમને વિચારતા થયા છે પરંતુ વાત જ્યારે સેક્સની આવે તો આજે પણ યુવતીઓ પોતાના પાર્ટનર સામે પોતાની સેક્સુઅલ ફેન્ટસી વિશે ચર્ચા કરવાનું ટાળે છે. લગ્ન પછી પણ ઘણી વખત પત્ની પોતાના પતિને પોતાની સેક્સુઅલ ફેન્ટસી વિશે જણાવતા શરમ અને સંકોચ અનુભવે છે. તેમાં પણ જો અરેન્જ મેરેજ થયા હોય તો પતિ સાથે સેક્સની વાત કરવી પણ મુશ્કેલ લાગે છે. ત્યારે આ ટિપ્સ ફોલો કરી તમે પોતાના પાર્ટનરને સેક્સુઅલ ફેન્ટસી વિશે આરામથી જણાવી શકો છો.
Trending Photos
Relationship Tips: ટેકનોલોજીના કારણે કપલ્સ માટે એકબીજાને જાણવું અને એકબીજાની સાથે સમય પસાર કરવો ખૂબ જ સરળ બની ગયું છે. યુવક યુવતી ઓનલાઇન એકબીજાના સંપર્કમાં આવે છે અને પછી મેસેજમાં વાતચીત, ફોન અને વિડીયો કોલ મારફતે એકબીજા સાથે સમય પસાર કરે છે. કપલ રિલેશનશિપને લઈને તો હવે મુક્તમને વિચારતા થયા છે પરંતુ વાત જ્યારે સેક્સની આવે તો આજે પણ યુવતીઓ પોતાના પાર્ટનર સામે પોતાની સેક્સુઅલ ફેન્ટસી વિશે ચર્ચા કરવાનું ટાળે છે. લગ્ન પછી પણ ઘણી વખત પત્ની પોતાના પતિને પોતાની સેક્સુઅલ ફેન્ટસી વિશે જણાવતા શરમ અને સંકોચ અનુભવે છે. તેમાં પણ જો અરેન્જ મેરેજ થયા હોય તો પતિ સાથે સેક્સની વાત કરવી પણ મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં તમે આ ટિપ્સ ફોલો કરીને પોતાના પતિને કંઈ જ કહ્યા વિના બધું જ સમજાવી શકો છો. આ ટિપ્સ ફોલો કરશો તો તમે પોતાના પાર્ટનરને પોતાની સેક્સુઅલ ફેન્ટસી વિશે આરામથી જણાવી શકો છો.
ઈમોશનલ બોન્ડ જરૂરી
આ પણ વાંચો:
જો પતિ પત્ની વચ્ચે ઈમોશનલ અટેચમેન્ટ ન હોય તો સેક્સુઅલ ફેન્ટસી વિશે વાત કરવું મુશ્કેલ થઈ જાય છે. કારણ કે તમારા પાર્ટનર તમને જ સમજી શક્યા ન હોય તેવામાં તમારી મનની ઈચ્છાઓને કેવી રીતે સમજે? તેથી સૌથી પહેલા પોતાના પાર્ટનર સાથે પોતાના રિલેશનને ઇમોશનલી મજબૂત બનાવો.
કમ્ફર્ટ સેટિંગ
સેક્સુઅલ ફેન્ટસીની વાત આવે ત્યારે પાર્ટનર એકબીજા સાથે કમ્ફર્ટેબલ હોય તે ખૂબ જ જરૂરી છે નર્વસ અવસ્થામાં વાત કરી શકાતી નથી. જ્યારે તમે પોતાની ફેન્ટસી વિશે વાત કરો ત્યારે સૌથી પહેલા પોતાને કમ્ફર્ટ ઝોનમાં રાખો. સાથે જ ધ્યાનમાં રાખો કે તમારો પાર્ટનર પણ રિલેક્સ મૂડમાં હોય. આવી સ્થિતિમાં તમે ગભરાયા વિના પાર્ટનર સાથે વાત કરી શકો છો.
ઉતાવળ ન કરો
પોતાની સેક્સુઅલ ફેન્ટસી વાત કરવામાં ક્યારેય ઉતાવળ ન કરવી. ખાસ કરીને જ્યારે તમે ફિઝિકલ રિલેશન બનાવો ત્યારે આ બાબતે ચર્ચા ન કરવી. સેક્સુઅલ ફેન્ટસી વિશે વાત કરવામાં ઉતાવળ કરશો તો ગડબડ થઈ જશે કારણ કે જો તમારો પાર્ટનર તમારી વાત નહીં સમજે તો કન્ફ્યુઝન થશે
આ પણ વાંચો:
મૂડને બુસ્ટ કરવાની કરો વાત
જ્યારે તમારા પાર્ટનરને તમારે તમારી સેક્સુઅલ ફેન્ટસી વિશે વાત કરવાની હોય ત્યારે સૌથી પહેલા પોતાના મૂડને બુસ્ટ કરો. જો તમે જ કોઈ ટેન્શનમાં કે ગભરાયેલા હશો તો સેક્સુઅલ ફેન્ટસી વિશે વાત કરવી યોગ્ય નહીં રહે તેથી પાર્ટનરના મૂડની સાથે પોતાના મૂડને પણ બુસ્ટ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે