Roti Flour: ઘઉંના લોટમાં આ 4 માંથી કોઈ 1 લોટ થોડો મિક્સ કરી દો, સુપર હેલ્ધી રોટલીથી સુગર, કોલેસ્ટ્રોલ, વજન બધું રહેશે કંટ્રોલમાં

Healthy Roti Flour: શિયાળામાં શરીરને એક્સ્ટ્રા એનર્જી અને ગરમાવાની જરૂર હોય છે. તેથી જ શિયાળામાં મળતી ખાવા પીવાની વસ્તુઓ પણ એવી હોય છે જે શરીરને ઠંડીથી બચાવે. સામાન્ય રીતે રોટલી માટે ઘઉંના લોટનો ઉપયોગ થાય છે. જો તમે શિયાળામાં રોટલીને વધારે હેલ્ધી બનાવવા માંગો છો તો રોટલીના લોટમાં આ 4 લોટ મિક્સ કરી શકાય છે. ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરીને રોટલી બનાવશો તો શરીર માટે તે વધારે ફાયદાકારક રહેશે.

બાજરાનો લોટ 

1/5
image

શિયાળામાં બાજરાનો લોટનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને બાજરો માફક નથી આવતો. આવી સ્થિતિમાં રોટલીના લોટમાં તમે ચોથા ભાગનો બાજરાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવશો તો તેનાથી શરીર ગરમ પણ રહેશે પાચન ક્રિયા સુધરશે અને હાડકા પણ મજબૂત થશે. 

મકાઈનો લોટ 

2/5
image

શિયાળામાં મકાઈના લોટના પણ રોટલા અને રોટલી બનતા હોય છે. મકાઈના લોટમાં કાર્બોહાઇડ્રેટ અને એનર્જી આપતા તત્વ હોય છે. તેનાથી પાચન ક્રિયા પણ સારી રહે છે. રોટલી માટે રોટલીના લોટમાં ચોથા ભાગનો મકાઈનો લોટ મિક્સ કરીને રોટલી બનાવશો તો વધારે ફાયદાકારક રહેશે. 

ચણાનો લોટ 

3/5
image

ચણા પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. આ લોટના ઉપયોગથી બનેલી રોટલી ઈમ્યુનિટીને બુસ્ટ કરશે અને સ્નાયુને પણ તાકાત આપશે. ઘઉંના લોટમાં છઠ્ઠા ભાગનો ચણાનો લોટ મિક્સ કરીને રોટલી ખાવાથી તે પેટ માટે સારી રહેશે. 

સોયાબીન 

4/5
image

સોયાબીનમાંથી બનાવેલો લોટ શિયાળામાં ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. ઘઉંના લોટમાં 1/8 ભાગનો સોયાબીનનો લોટ મિક્સ કરીને રોટલીનો લોટ બાંધવો અને પછી તેની રોટલી બનાવવી. આ રોટલી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

5/5
image