પરિણીત છોકરા સાથે પ્રેમમાં પડી અને એની સાથે સૂઈ ચૂકી છું, હવે મારા પતિને ખબર પડી ગઈ છે, શું કરું?

આડાસંબંધોમાં હંમેશાં એક વ્યક્તિ નહીં આખા પરિવારો બરબાદ થાય છે. પ્રેમ એક એવી લાગણી છે જેને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ છે. આ એક એવું સુખ છે જે કોઈપણ વ્યક્તિને મળી શકે છે. ઘણી વખત લગ્ન કર્યા પછી પણ લોકો બીજાના પ્રેમમાં પડી જાય છે. આવી સ્થિતિમાં તેમને સમજાતું નથી કે શું કરવું... અમે એક એવી જ એક સ્ટોરી આપની સાથે શેર કરી રહ્યાં છીએ....

1/8
image

હું એક છોકરાને પ્રેમ કરું છું જે પરિણીત છે અને હું પણ પરિણીત છું. અમે બંને એક જ કંપનીમાં કામ કરીએ છીએ અને અમને ક્યારે પ્રેમ થઈ ગયો તેની અમને ખબર જ ન પડી. અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા અને અમારા પરિવારજનો હવે આ સંબંધ અંગે જાણી ચૂક્યા છે. આમ છતાં, અમે સાથે રહેવા માંગીએ છીએ પરંતુ અમે સમજી શકતા નથી કે છૂટાછેડા લઈ લગ્ન કરી લઈએ કે એકબીજાને ભૂલી જઈએ.

2/8
image

પરિણીત વ્યક્તિના પ્રેમમાં પડવું ખરેખર વ્યક્તિને ઘણી મુશ્કેલીમાં મૂકે છે, જો પ્રેમ કરનાર વ્યક્તિ પણ પરિણીત હોય તો મુશ્કેલીઓ વધુ વધી જાય છે. જો કે દરેક વ્યક્તિને તેના જીવનમાં તેની ઈચ્છા મુજબ નિર્ણય લેવાનો અધિકાર છે, પરંતુ આ નિર્ણય લેતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે લગ્ન પછી ઘણા સંબંધો તમારી સાથે જોડાયેલા છે.

પતિથી ખુશ નથી બોયફ્રેન્ડ સાથે ખુશ છો

3/8
image

લગ્ન એક એવો સંબંધ છે જ્યાં ઉતાર-ચઢાવ, સમસ્યાઓ કે કંટાળો સામાન્ય છે.  તમે વિચારી રહ્યા છો કે તમે તમારા લગ્નજીવનમાં ખુશ નથી અને તમારા બોયફ્રેન્ડ સાથે ખૂબ જ ખુશ છો. તેથી સૌ પ્રથમ એ ધ્યાન રાખો કે તમામ નવા સંબંધો પહેલાં આકર્ષક જ લાગે છે, પરંતુ સમય જતાં અગવડતા અને કંટાળો આવવો સામાન્ય છે. તેથી તમારે તમારા સંબંધોને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે.

પરિવારની મરજીથી નિર્ણય લો

4/8
image

આ બે પરિવાર વચ્ચેનો મામલો છે. તમે બંને પરિણીત છો તો કોઈપણ મોટા નિર્ણય વિશે વિચારતા પહેલાં તમારે તમારા પતિ સાથે ઈમાનદારીથી વાત કરવી જોઈએ કે તમે શું ઈચ્છો છો અને તમારા પતિ શું ઈચ્છે છે. જો તેમને તમારા અન્ય સંબંધોમાં સમસ્યા છે અને તેઓ તમારી સાથેના લગ્ન સંબંધને તોડવા માગે છે. પછી તમે ઘરના વડીલો સાથે વાત કરો અને પરિવારની સંમતિથી નિર્ણય લો.

જો પતિ સ્વીકારે તો પ્રમાણિક રહો..

5/8
image

જો તમારા પતિ તમારા અફેર અને શારીરિક સંબંધો વિશે જાણ્યા પછી પણ તમારી સાથે રહેવા માંગે છે તો તમે પણ આગળ વધવાનું વિચારી શકો છો. આ સ્થિતિમાં, તમારે બધું ભૂલીને તમારા પતિ સાથે નવી શરૂઆત કરવી જોઈએ.

6/8
image

જો તેઓ તમારી ભૂલને માફ કરી શકે છે, તો તમારે પણ તેમના પ્રેમને સમજવો જોઈએ અને બદલામાં તેમને પ્રમાણિકતા આપવી જોઈએ. અહીં તમારે ફક્ત તમારા વિશે જ નહીં પરંતુ તમને પ્રેમ કરનારાઓ વિશે પણ વિચારવું પડશે. આ સ્થિતિમાં સૌથી કફોડી સ્થિતિ પરિવારની થાય છે. એક સાથે 4 પરિવારો વિખેરાઈ જાય છે.  તમારો ઓફિસ કલિંગ્સ પ્રેમી અને એની પત્ની પણ છે. એમના ભવિષ્ય સાથે પણ રમત રમાશે. જો તમારે બાળકો છે, તો તમારે નિર્ણય લેતી વખતે તેમના વિશે પણ વિચારવું પડશે. આ વસ્તુઓની સૌથી ખરાબ અસર બાળકો પર થાય છે કે તમારા કારણે તેમને ભાવનાત્મક અને માનસિક રીતે સૌથી વધારે નુક્સાન પહોંચે છે. 

7/8
image

પ્રોફેશનલ કાઉન્સેલર અથવા ચિકિત્સકની મદદ લેવી પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેઓ તમને તમારી જાતને ભાવનાત્મક અને માનસિક રીતે સંતુલિત કરવામાં મદદ કરી શકે છે અને યોગ્ય નિર્ણય લેવામાં તમને માર્ગદર્શન આપી શકે છે.

8/8
image

આખરે નિર્ણય તમારો જ હશે, પરંતુ તે જરૂરી છે કે તમે તેને સમજી વિચારીને લો અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખો. પ્રેમની સાથે સાથે તમારી જવાબદારીઓને પણ સારી રીતે સમજો. ભલે તમે છૂટાછેડા લઈ લો અને લગ્ન કરો અથવા એકબીજાને ભૂલી જાઓ, તમારી અને તમારા પરિવારની સુખાકારીનું ધ્યાન રાખો. કારણ કે આ એ લોકો છે જેઓએ તમને સાચવ્યા છે તમને સમજ્યા છે. તમારા સારા નરસા તમામ નિર્ણયોમાં એ તમારી સાથે રહ્યાં છે. તમારા માટે પ્રેમ કરતાં આ સંબંધો પણ એટલા જ અગત્યના છે તમે એક જ ઝાટકે 25 વર્ષના સંબંધોને ત્યજી દેશો તો તમે ક્યારેય કોઈ સંબંધ રાખી નહીં શકો.