50 કલાક બાદ શનિદેવ બનાવશે પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળા બનશે 'બાહુબલી', અકલ્પનીય ધનલાભ થશે!
વૈદિક પંચાંગ મુજબ 29 જાન્યુઆરીના રોજ બપોરે3.58 કલાકે શનિ અને બુધ એક બીજાથી 45 ડિગ્રી પર હશે જેના કરાણે અર્ધકેન્દ્ર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં બંનેની સ્થિતિના કારણે બનેલા અર્ધકેન્દ્ર રાજયોગથી અનેક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. શનિ અને બુધનો આ અર્ધકેન્દ્ર રાજયોગ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો.
હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આદિવસે મૌન વ્રત રાખવાનો અને સાથે સાથે દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વર્ષની મૌની અમાવસ્યાનં વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે કર્મફળના દાતા શનિદેવ બુધ સાથે શક્તિશાળી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. જેનાથી કેટલાક રાશિવાળાને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સાથે ધન ધાન્યમાં વધારો થઈ શકે છે. વૈદિક પંચાંગ મુજબ 29 જાન્યુઆરીના રોજ બપોરે3.58 કલાકે શનિ અને બુધ એક બીજાથી 45 ડિગ્રી પર હશે જેના કરાણે અર્ધકેન્દ્ર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં બંનેની સ્થિતિના કારણે બનેલા અર્ધકેન્દ્ર રાજયોગથી અનેક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. શનિ અને બુધનો આ અર્ધકેન્દ્ર રાજયોગ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિ અને બુધનો અર્ધકેન્દ્ર યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં શનિ અગિચારમાં અને બુધ દસમા ભાવમાં બિરાજમાન છે. આવામાં આ રાશિવાળાના કાર્યક્ષેત્રે સકારાત્મક પ્રભાવ પડી શકે છે. તમે સંચાર કૌશલમાં શાનદાર રહી શકો છો. જેના કારણે મને કરિયરમાં લાભ થઈ શકે છે. ફાઈનાન્સ, બેંકિંગ, એકાઉન્ટિંગ સાથે જોડાયેલા જાતકોને ખુબ લાભ થઈ શકે છે. વેપારમાં પણ લાભ થવાના યોગ છે. નોકરીના કારણે મુસાફરી કરવી પડી શકે છે. જેના કારણે લાભ થઈ શકે છે. માતા પિતાનો પૂરેપૂરો સહયોગ મળશે. જેનાથી લક્ષ્યાંક મેળવવામાં સફળ થઈ શકો છો.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે પણ અર્ધકેન્દ્ર યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. બુધ શનિની રાશિમાં રહીને આ રાશિના સાતમાં ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. પાર્ટનરશીપમાં કરાયેલા બિઝનેસમાં પણ ખુબ લાભ થઈ શકે છે. વિદેશી કંપની સાથે કામ કરવાની તક મળી શકે છે. પાર્ટનર સાથે વિદેશ પ્રવાસ કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે. લવ લાઈફ સારી રહેશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે અર્ધકેન્દ્ર યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને સુખ સુવિધામાં વધારો થઈ શકે છે. તમારા ગુણો અને ક્ષમતાઓમાં ઝડપથી વધારો થઈ શકે છે. નોકરીમાં ફેરફાર થઈ શકે છે. જેના કારણે સારો એવો લાભ થઈ શકે છે. વેપારમાં ખુબ લાભ થવાના સંકેત છે. ભાગ્ય ભાવનો સ્વામી હોવાના કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને પણ શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. સફળતાના અનેક માર્ગો ખુલશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos